Western Times News

Gujarati News

એલીસબ્રીજમાં મહીલા પાસેથી ૨૧ લાખ ઉછીના લઈ હાથ પગ તોડવાની ધમકી

નવરંગપુરામાં વેપારીના ચેક ચોરી તેના જ નામે ભાગીદારે ૩૫ લાખની છેતરપિંડી આચરી

અમદાવાદ: અમદાવાદ શહેરમાં વેપારી ઉપરાંત સામાન્ય નાગરીકો સાથે છેતરપીડીની ઘટના વધી ગઈ છે દર બીજે દિવસે શહેરના કોઈને કોઈ પોલીસ સ્ટેશનમા વેપારી પોતાની સાથે ઠગાઈ થવાની ફરીયાદ નોધાવે છે આવી જ બે એફઆઈઆર શહેરના એલસબ્રીજ અને નવરંગપુરા પોલીસ સ્ટેશનમા થઈ છે એલીસબ્રીજમાં મહીલાને હોટેલનો વ્યાપાર કરવાની વાત કરી એક શખશ રૂપિયા એકવીસ લાખ લઈ ગયો હતો.

જા કે ઘણો સમય છતા આ શખશે કોઈ વળતર કે રૂપિયા ન આપતાં મહીલાએ તેની પાસે રૂપિયા પરત માંગતા શખ્શે તેના હાથપગ તોડીને ધમકીઓ આપી હતી જ્યારે નવરંગપુરા પાર્ટનરે જ વેપારીનાં ચેક ચોરીને નકલી સહીઓ કરી ૩૫ લાખનો માળ બજારમાંથી ખરીદી લીધો હતો.

સલમાબેન કુકડાજીવાબા ત્રિકમજીના મંદિર પાસે આસ્ટોડીયા જમાલપુર ખાતે રહે છે અને ઘરેથી બ્યૂટી પાર્લર ચલાવી પરીવારને મદદરૂપ બને છે અગાઉ ખાનગી કંપનીમા નોકરી દરમિયાન સલમાબેનને ઈસનપુર આદર્શ સોસાયટીમાં રહેતા જયેશભાઈ કમલેશભાઈ દેસાઈ લાબા સમયની મિત્રતા બાદ જયેશે પોતાને હોટલમાં રોકાણ કરવા હોવાની વાત કરતા વિશ્વાસ મુકીને સલમાબેને તેમની કુલ રૂપિયા એકવીસ લાખ આપ્યા હતા.

જેમાં ટુકડે ટુકડે જયેશે ત્રણ લાખ રૂપિયા પરત કર્યા હતા જા કે વારવાર માગણી છતા જયેશ રૂપિયા પરત કરવામાં ગલ્લા તલ્લા કરતો હતો જ્યારે સલમાબેને કડક ઉઘરાણી કરતા જયેશે પોત પ્રકાશ્યુ હતુ અને તેમને રૂપિયા માગ્યા હતા તો હાથપગ તોડી નાખવાની ધમકીઓ આપી હતી જેથી ગભરાઈ ગયેલા સલમાબેને જયેશ વિરુદ્ધ રૂપિયા લઈજઈ વિશ્વાસ ધાત કરવાની તથા ધમકીઓ આપી ફરીયાદ નોધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.