નવરંગપુરા વિસ્તારમાં અમુલ પાર્લરમાં પાર્ટનરશીપનાં નામે છ લાખની છેતરપિંડી
અમદાવાદ: નવરંગપુરા વિસ્તારમાં એક રહીશ અમુલના પાર્લરમાં પાર્ટનરશીપ આપવાનું વચન આપી એક ગઠીયાએ તેમની પાસેથી છ લાખ રૂપિયા પડાવ્યા હતા બાદમા રહીશને આ વ્યક્તિ કોઈ પાર્લર ન ધરાવતો હોવાની જાણ થતા પોલીસ ફરીયાદ કરવામા આવી છે જ્યારે વાડજમાં પણ એક વેપારી પાસેથી ૬ લાખ ૭૦ હજાર લઈને તેમની માલ ન મોકલી આપતા વેપારીએ છેતરપીડીની ફરીયાદ નોધાવી છે.
પીનાકીની મહેશભાઈ પંચાલ સુફલામ ફલેટ આશ્રમરોડ ખાતે રહે છે એકાવન વર્ષીય પિનાકીબેનના મિત્ર અમીતા બારોટ તેમની ઓળખાણ દીલીપ પટેલ નામના વ્યક્તિ સાથે કરાવી હતી જેણે તેમણે અમુલ પ્રોડક્ટ વિતરણની એજન્સીમા પાર્ટરશીપમા ધંધો કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો
આ ધંધામા દિલીપે તેમને ૬૮ ટકા ભાગીદારી આપાવનું વચન આપ્યુ હતુ બાદમાં પિનાકીનીબેને દિલીપને છ લાખ રૂપિયા આપ્યા હતા. સામે દિલીપે ચેક આપ્યા હતા જા કે થોડા સમય બાદ તપાસ કરતા દિલીપ પાસે આવી કોઈ એજન્સી ન હોવાનુ તેમને જાણ થઈ હતી આ ઘટના બાદ તેમણે દિલીપને પુછતા તેણે ગલ્લા તલ્લા કર્યા હતા બાદમા તમામ રૂપિયા ચુકવાની બાહેધરી આપી હતી જા કે થોડા રૂપિયા પરત કર્યા બાદ કોઈ રૂપિયા ન ચુકવતા પિનાકીની બેને તેમનો વિરુદ્ધ નવરગપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.