Western Times News

Gujarati News

નાના બાળકને સાથે રાખી કેફી દ્રવ્યોની હેરાફેરી

ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ બાતમીના આધારે કાલુપુર રેલવે સ્ટેશનની બહાર ચરસના જથ્થા સાથે દંપતીને ઝડપી લીધું : પ્રાથમિક પુછપરછમાં ચોંકાવનારી વિગતો ખુલી

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કેફી દ્રવ્યોની હેરાફેરી ખૂબ જ વધી ગઈ છે ડ્રગ માફિયાઓ અવનવી મોડસ ઓપરેન્ડી વાપરી અમદાવાદ શહેરમાં કેફી દ્રવ્યો ઘુસાડી રહયા છે જાકે મોટાભાગે ડ્રગ માફિયાઓ ટ્રેનો મારફતે ડ્રગ્સની હેરાફેરી કરતા હોવાથી લાંબા અંતરની ટ્રેનોમાં રેલવે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવતુ હોય છે આ દરમિયાનમાં અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં રહેતુ એક દંપતિ અન્ય રાજયોમાંથી કેફી દ્રવ્યો લાવીને અમદાવાદમાં તેનુ વેચાણ કરતા હોવાની બાતમી મળતા ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ ગઈકાલે સાંજે કાલુપુર રેલવે સ્ટેશનની બહાર વોચ ગોઠવીને આ દંપતિને ચરસના જથ્થા સાથે ઝડપી લઈ સફળતા પૂર્વક ઓપરેશન પાર પાડયું હતું. ચોંકાવનારી બાબત એ છે કે

આ દંપતિ નાના બાળકને સાથે રાખી કેફી દ્રવ્યોની હેરાફેરી કરતું હતું અધિકારીઓએ અંદાજે ૩૦ લાખનો ચરસનો જથ્થો કબજે દંપતિની પુછપરછ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ અંગેની વિગત એવી છે કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં કેફી દ્રવ્યોની હેરાફેરી વધતા એલસીબી તથા પોલીસતંત્ર એલર્ટ પર છે ખાસ કરીને ડ્રગ માફિયાઓ અન્ય રાજયોમાંથી આવતી ટ્રેનો મારફતે ગુજરાતમાં કેફી દ્રવ્યો ઘુસાડતા હોય છે ડ્રગ માફિયાઓ અવનવી મોડસ ઓપરેન્ડી વાપરીને આ ગેરકાયદેસર પ્રવૃતિ આચરતા હોય છે જેના પગલે ટ્રેનોમાં સઘન ચેકિંગ કરવામાં આવતુ હોય છે

મોટાભાગના કિસ્સાઓમાં ડ્રગ માફિયાઓ બિનવારસી હાલતમાં કેફી દ્રવ્યોના પેકેટોને મુકી દેતા હોય છે જેના પગલે ટ્રેનોમાંથી છેલ્લા કેટલાક સમયથી બિનવારસી હાલતમાં કેફી દ્રવ્યો પકડાઈ રહયા છે. અમદાવાદ શહેરમાં કેટલાક શખ્સો અન્ય રાજયોમાંથી ચરસ સહિતના કેફી દ્રવ્યો અમદાવાદ લાવી તેનું વેચાણ કરી રહયા હોવાની બાતમી મળી હતી

જેના આધારે અમદાવાદ ક્રાઈમબ્રાંચના અધિકારીઓ વોચમાં હતા આ દરમિયાનમાં બાતમી મળી હતી કે શહેરના વટવા વિસ્તારમાં બીબી તળાવ પાસે આવેલા નીધામનગરમાં રહેતા રશીદખાન પઠાણ (ઉ.વ.૩૭) અને તેની પત્નિ  શહેનાઝબાનુ પઠાણ છેલ્લા ઘણા સમયથી કેફી દ્રવ્યોની હેરાફેરી કરી રહયા છે જેના પગલે ક્રાઈમબ્રાંચના અધિકારીઓ વોચ રાખીને બેઠા હતાં.

ક્રાઈમબ્રાંચને ચોકકસ બાતમી મળી હતી કે રશીદખાન પઠાણ અને શહેનાઝબાનુ અન્ય રાજયમાંથી ચરસનો જથ્થો અમદાવાદ લાવી રહયા છે આ બાતમીના આધારે ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ કાલુપુર રેલવે સ્ટેશનની આસપાસ વોચ ગોઠવી હતી આ દરમિયાનમાં મોડી સાંજે રશીદખાન પઠાણ તથા તેની પત્નિ શહેનાઝબાનુ રેલવે સ્ટેશનની બહાર આવ્યા હતા અને પા‹કગમાં મુકેલુ પોતાનુ બાઈક લઈ નીકળ્યા હતા આ દંપતિ પોલીસને શક ન પડે તે માટે પોતાની સાથે પોતાના માસુમ બાળકને જાડે રાખતા હતા પરંતુ ક્રાઈમબ્રાંચના અધિકારીઓને મળેલી ચોકકસ બાતમી બાદ મોડી સાંજે કાલુપુર રેલવે સ્ટેશનની બહાર બાઈક પર નીકળેલા રશીદખાન અને તેની પત્નિ  શહેનાઝબાનુને અટકાવ્યા હતાં.

દંપતી પાસેના થેલાઓ તપાસતા તેમાંથી પેપરમાં પેક કરેલા કેટલાક પેકેટો મળી આવ્યા હતા આ અંગે પુછતા આ દંપતિ યોગ્ય જવાબ આપી શકયુ ન હતું જેના પરિણામે પતિ-પત્નિ  અને તેના માસુમ બાળકને ક્રાઈમબ્રાંચ ઓફિસમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં પેકેટો ખોલતા તેમાંથી ૬ કિલો જેટલા ચરસના લાડવા મળી આવ્યા હતાં જેની કિંમત અંદાજે ૩૦ લાખ જેટલી થવા જાય છે. નાના બાળકને સાથે રાખી કેફી દ્રવ્યોની હેરાફેરી કરાતા અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે. રશીદખાન અને શહેનાઝબાનુની પુછપરછ શરૂ કરતા કેટલીક મહત્વપૂર્ણ વિગતો બહાર આવી છે અને તેના આધારે ડ્રગ્સના આ રેકેટમાં અન્ય કેટલાક શખ્સોની પણ ધરપકડ કરવામાં આવે તેવુ મનાઈ રહયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.