Western Times News

Gujarati News

શેરબજારમાં ઐતિહાસિક કડાકો

Files Photo

કોરોના ઈફેક્ટથી શુક્રવાર બન્યો બ્લેક ફ્રાઈડે

અમદાવાદ: ચીનમાં કહર મચાવી રહેલા કોરોના વાયરસને કારણે ચીનમાં હજારો લોકો મૃત્યુ પામ્યા છે તથા હજારો લોકોને ઈન્ફેક્શનની અસર થી છે. કોરોનાની વ્યાપક અસર હવે આર્થિક ક્ષેત્રે પણ જણાય છે. ચીન સાથે કોરોનાને કારણે ઘણા ઔદ્યોગિક ક્ષેત્રો પણ અસર નીચે આવી ગઈ છે. જેને કારણે વિશ્વના સમગ્ર વ્યાપારી બજારો પણ મંદીમાં ઘેરાય છે.

આજે શેરબજાર ઉઘડતાં જ શેર દલાલો તથા શેરબજાર સાથે સંકળાયેલા લોકોને સખત આંચકો લાગતા ભારે અફડાતફડીનો માહોલ જાવા મળ્યો હતો. આ માસના અંતમાં શેરબજારના સેન્સેક્સમાં ૧૦૦૦ પોઈન્ટનો તથા નિફ્ટીમાં ૩૧૦ પોઈન્ટનો ઘટાડો થયેલ છે. શેરબજારની સાથે સંકળાયેલા લોકોમાં ભારે હતાશા જાવા મળી રહી છે. છેલ્લા ઘણા સમયથી શેરબજારમાં ડામાડોળ પરિસ્થિતિ  જાવા મળતી હતી અને અસ્થિર  બજારને કારણે સારી સારી કંપનીઓના શેરોના ભાવો કાં તો સ્થિર  થઈ ગયા હતાં અથવા ઘટવા પામ્યા હતાં. શેરબજારમાં નિરાશાનું વાતાવરણ સર્જાયું હતું. તેમાં પણ આજે શેરબજારમાં ભારે કડાકો બોલાતા બજાર ફરી ક્યારે ઊંચકશે તેની રાહ જાવા રહી છે. આજે રોકાણકારો માટે શુક્રવાર બ્લેક ફ્રાઈડે બન્યો છે.

ગુરૂવારે બજાર બંધ રહેતા સેન્સેક્સ ૩૯૭૪૫ પોઈન્ટે તથા નીફ્ટી ૧૧૬૩૩ પોઈન્ટે બંધ રહ્યો હતો. પરંતુ આજે બજાર ઉઘડવાંથી ૧૧૦૦ પોઈન્ટનો સેન્સેક્સનો ઘધટાડો રોકાણકારો પચાવી શક્યા નથી. ભારત સહિત વિશ્વના અનેક દેશોનાં બજારોમાં ઘટાડો જાવા મળે છે. ખાસ કરીને એશિયન માર્કેટમાં નોંધાયેલ ઘટાડામાં આજનો ઘટાડો ભયજનક હોવાનું રોકાણકારો જણાવી રહ્યાં છે. છએલ્લાં ૫ સત્રમાં ૧૫૭૭ પોઈન્ટનું ગાબડું હતું. જેમાં ૧૦૦૦ પોઈન્ટના ગાબડાને કારણે શેરોના ભાવ પણ ગગડ્યા હોવાનું જાણવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.