ખેડા જિલ્લા પંચાયત સદસ્યએ રસ્તા બાબતે ઉપવાસ આંદોલનનું રણશિંગુ ફૂંક્યું

કપડવંજ તાલુકા પંચાયત હસ્તક રોડ કપડવંજ તૈયબપુરા લાડુજી ના મુવાડા વઘાસ ઘડિયા રોડ તથા રાજ્ય વિભાગ હસ્તક નો રોડ કપડવંજ વ્યાસ વાસણા મોટીઝેર આમ આ બંને રોડ વર્ષ ૨૦૧૬ – ૧૭ માં પૂર્ણ થયા હતા જે રસ્તાઓમાં સળંગ સીલકોટ ઉખડી ગયો હતો આ બાબતે સંબંધિત તંત્ર ને જાણ કરવામાં આવી હતી અને એક માસમાં બંને રોડ પૂર્ણ કરવા માટે તાકીદ કરી હતીજો તેમ નહીં થાય તો ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી
તે સંદર્ભે ખેડા જિલ્લા પંચાયત સદસ્ય ધનવંતસિંહ ચૌહાણે પોલીસ અધિક્ષકની કચેરી ખેડા ખાતે સ્વાગત ઓનલાઇન અરજી તા. ૨૩/૦૨/૨૦૨૦ ના રોજ કરી બંને રસ્તા પૂર્ણ કરવા માંગ કરી હતી અને જો તેમ નહીં થાય તો આગામી તા. ૧૫/૦૩/૨૦૨૦ ના રોજ સવારે ૧૧ કલાકે કપડવંજ મામલતદાર કચેરી ખાતે ભૂખ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી જેમાં જગડુપુર પીરોજપુર લાડુજીનામુવાડા વઘાસ ઘડિયા વ્યાસવાસણા મોટીઝેર તથા અબોચ નાનીઝેર ગામો ના સરપંચો ગામ ગામના આગેવાનો સાથે ઉપવાસ પર બેસવાનું નક્કી કરેલું છે આ બાબતે કપડવંજ રૂરલ પોલીસ મથકે પણ સદર બાબત થી વાકેફ કરી જવાબો રજુ કર્યા હતા