EPFO: ઘરેબેઠાં જમા થઈ શકશે ‘હયાતીનું પ્રમાણ’
નવી દિલ્હી, ઈપીએફઓએ પોતાના પેન્શનરો માટે એક નવી સુવિધા શરૂ કરી છે. આ સુવિધા હેઠવ ઘેરબેઠા જ લાઈફ સર્ટિફિકેટ દાખલ કરાવી શકાશે. પેન્શનરને દર વર્ષે લાઈફ સર્ટિફિકેટ દાખલ કરાવી શકાશે. પેન્શનરને દર વર્ષે લાઈફ સર્ટિફિકેટ મારફતે જીવીત હોવાનું પ્રમાણ આપવાનું હોય છે.
પહેલાં સુવિધા માત્ર ઓફલાઈન હતી. પરંતુ ઈપીએફઓએ સુવિધામાં વધારો કરવાના હેતુથી પ્રમાણપત્ર ઓનલાઈન દાખલ કરાવવાનો વિકલ્પ આપ્યો છે. ઈપીએફઓ તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે પેન્શનર પોતાની સુવિધાના હિસાબે વર્ષના કોઈપણ સમયે ઓનલાઈન માધ્યમથી હયાતીનો દાખલો જમા કરાવી શકાશે. જમા કરાવવાની તારીખથી એક વર્ષ સુધી પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવે છે અને દર વર્ષે પ્રમાણ રજૂ કરવું અનિવાર્ય હોય છે. દેશભરમાં અંદાજીત ૬૪ લાખ લોકો હયાતીનો દાખલો જમા કરાવે છે. એટલે કે આ જમા કરાવે છે. એટલે કે આ તમામ લોકો ઈપીએફએ આપેલી નવી સુવિધાનો લાભ લઈ શકશે.