કુડોલ પ્રા.શાળાના આચાર્યને જેલની હવા ખાવાનો વારો: ભોગ બનેલ વિદ્યાર્થનીની માતાએ પોક્સો એક્ટ હેઠળ નોંધાવી ફરિયાદ
(પ્રતિનિધિ દ્વારા)ભિલોડા, મોડાસા તાલુકાની કુડોલ પ્રાથમિક શાળાના હવસખોર આચાર્ય કિરીટ.આર.પટેલે ધોરણ-૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ઓફિસમાં બોલાવી અડપલાં કરી છેડતી કરતા વિદ્યાર્થિનીને ઘરે પહોંચી પરિવારજનોને જાણ કરતા શાળાએ દોડી ગયા હતા શિક્ષકે શિક્ષણ જગતના લીરેલીરા ઉડાવી દેતી ઘટનાના પગલે ગ્રામજનોએ હોબાળો મચાવી આચાર્યને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેની માંગ કરી હતી આ ઘટનાના પગલે નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સ્ટાફ અને મોડાસા રૂરલ ડીવાયએસપી ઈશ્વર પરમાર અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી લંપટ આચાર્ય કિરીટ પટેલની અટકાયત કરી હતી છેડતીનો ભોગ બનેલી વિદ્યાર્થીની માતાએ હવસખોર આચાર્યને પાઠ ભણાવવા માટે મોડાસા રૂરલ પોલીસસ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધાવતા પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી .
રાજ્યમાં દિનપ્રતિદિન લંપટ શિક્ષકોની સંખ્યા વધતી જાય છે. રાજ્યના અનેક તાલુકા અને જિલ્લાઓમાંથી શિક્ષણને જગતને શર્મસાર કરતી ઘટનાઓ ઘણી વખત સામે આવતી હોય છે.કેટલાક શિક્ષકો વાસનાના ભૂખ્યા વરુ બની વિદ્યાર્થીઓની છેડતી કરી તેમની હીન માનસિકતા છતી કરતા શિક્ષણજગતને ધબ્બો લગાડતા હોય છે રાજ્યમાં વિદ્યાર્થીનીઓની છેડતી કરવાની સાથે અભદ્ર માંગણીઓ કરતા હોવાની સાથે પ્રેમના આડ માં વિદ્યાર્થીનીઓને હવસનો શિકાર પણ બનાવી હોવાની ઘટનાઓ બનતી રહે છે.
વિદ્યાર્થિનીના વાલીઓ તેમની પુત્રીની આબરૂ જવાના બીકે પોલીસ ફરિયાદ કરવાનું પણ ટાળતા હોય છે કેટલાક કીસ્સ્સોમાં કોઈના દબાણવશ ફરિયાદ કરવાનું ટાળતા હોવાથી આવા લંપટ શિક્ષકોને છૂટોદોર મળી જતો હોય છે મેઘરજ તાલુકાના શણગાલ ગામનો અને કુડોલ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા લંપટ કિરીટ રમણભાઈ પટેલ શિક્ષણના પાઠ ભણાવવાનું ભાન ભૂલી વિદ્યાર્થીની સાથે છેડતી કરી અભદ્ર માંગણી કરતા પિતાતુલ્ય આચાર્યની હરકત થી વિદ્યાર્થીની ગભરાઈ ગઈ હતી અને પરિવારજનોને જાણ કરતા શનિવારે શાળાએ પહોંચી હોબાળો મચાવતા ગ્રામજનોને ઘટનાની જાણ થતા તેમને પણ હોબાળો મચાવી લંપટને કાયદાનું ભાન કરાવવાની માંગ કરી હતી અને વિદ્યાર્થીની માતાને હિંમત આપતા ભોગ બનેલી વિદ્યાર્થીની માતાએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં કિરીટ.આર.પટેલ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા મોડાસા રૂરલ પોલીસે કિરીટ પટેલને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.