Western Times News

Gujarati News

પ્રાંતિજના રસુલપુર ખાતે ગ્રામજનોએ અંડરબ્રીજની માગ સાથે રોડનું કામ અટકાવ્યું

પ્રાંતિજ, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના રસુલપુર ગ્રામજનો દ્વારા નેશનલ હાઇવે આઠ ઉપર આવી ને રોડ નું કામ અટકાવ્યું અંડર બ્રીજ ની માંગ સાથે રોડ નું કામ બધ કરાવ્યું . હાલ અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઇવે આઠ હાલ છ માર્ગીય રોડ નું કામ ચાલું હોય અને પ્રાંતિજ ના રસુલપુર ના લોકો ને આ બાજુથી સામે ની બાજુ જતી વખતે વારંવાર અકસ્માત નો ભોગ બન્યા છે અને ગ્રામજનો ને જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે તો હાઇવે ઓથોરિટી માં અંદર બ્રીજ ની રજુઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવામાં ના આવતાં આજે રોડ ઉપર ડામર રોડ નું કામ ચાલુ થતાં રસુલપુર ના ગ્રામજનો દ્વારા રોડ ઉપર દોડી આવી રોડ નું કામ અટકાવ્યું હતું તો રોડ કોન્ટ્રાક્ટર સહિત પ્રાંતિજ પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી અને આખરે સમજાવટ બાદ મામલો થાળે પડયો હતો અને હાલ પુરતુ રોડ નું કામ અટકાવ્યું હતું તો ગ્રામજનો દ્વારા આ અંગે ગામમાં રેલીયોજી ને નેશનલ હાઇવે ઓથોરિટી તથા જિલ્લા કલેક્ટર તથા ઉપર સુધી રજુઆતો કરવા છતાં અંડરબ્રીજ બનાવવામાં ના આવતાં અને આજ રોજ ડામર રોડ નું કામ ચાલું થતાં ગ્રામજનો ને ખબર પડતાં રોડ ઉપર દોડી આવ્યાં હતાં અને રોડ નું કામ બધ કરાવ્યું હતું તો આવનાર દિવસોમાં પણ અંડરબ્રીજ ની માંગ નહીં સ્વીકારાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન ની ચીમકી પણ ઉપચારી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.