MPમાં બે માલગાડી ટકરાઈઃ ૩ના મોત થયા
શિંગરોલી, મધ્યપ્રદેશના શિંગરોલીમાં બે માલગાડી અથડાઈ જતાં ત્રણ લોકોના મોત થઇ ગયા હતા. કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. શિંગરોલીથી આશરે સાત કિલોમીટરના અંતરે Âસ્થત ઘનહારી ગામ નજીક ખાલી માલ ગાડીની સાથે મધ્યપ્રદેશમાં અમરોરી માઈનથી ઉત્તરપ્રદેશ તરફ આવતી કોલસા ભરેલી ટ્રેન ટકરાઈ જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.
કોલસાભરેલી માલગાડી ખાલી માલગાડી સાથે વહેલી પરોઢે ૪.૪૦ વાગે અથડાઈ હતી. આ બનાવના કારણે માલગાડી પૈકી એકના ૧૩ ડબ્બા પાટાપરથી ખડી પડ્યા હતા. અકસ્માતના કારણે એન્જીનમાંથી ત્રણ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. ટ્રેન સેવાને અસર થઇ હતી.