Western Times News

Gujarati News

દરિયાપુર વિસ્તારમાં પોલીસનું કોમ્બીંગ

(પ્રતિનિધિ) અમદાવાદ: દિલ્હીમાં એનઆરસી અને સીએએના વિરોધમાં ચાલી રહેલા શાંતિપૂર્ણ દેખાવ બાદ અચાનક જ આયોજનબદ્ધ રીતે ફાટી નીકળેલા તોફાનોના પગલે દેશભરમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તમામ રાજયોની પોલીસની સતર્ક કરી તોફાની તત્વો પર નજર રાખવા જણાવાયું છે જેના પગલે અમદાવાદ શહેરમાં પણ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. બીજીબાજુ શહેરના કેટલાક સ્થળો પર એનઆરસી અને સીએએના વિરોધમાં પોસ્ટરો લાગતા ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠયા છે આ પોસ્ટરોમાં ધરણાં પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી છે

જેના પગલે પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ શરૂ કરી ગઈકાલે રાત્રે દરિયાપુર વિસ્તારમાં કોમ્બીંગ કરતા તોફાની તત્વોમાં ફફડાટ ફેલાયો છે. દરિયાપુર વિસ્તારમાં મોડી રાત સુધી ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ફરતા થયેલા પોસ્ટર અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી જાકે આ અંગે કોઈ નક્કર વિગત પોલીસને જાણવા મળી નથી આ ઉપરાંત હવે આઈબીએ પણ તપાસ શરૂ કરી દીધી છે.

આ અંગેની વિગત એવી છે કે દિલ્હીમાં શાહીનબાગ ખાતે છેલ્લા કેટલાક દિવસોથી શાંતિપૂર્ણ રીતે દેખાવો કરવામાં આવતા હતા આ દરમિયાનમાં તાજેતરમાં જ અચાનક જ આયોજનબદ્ધ રીતે તોફાનો ફાટી નીકળ્યા હતાં આ તોફાનોમાં ૪પથી વધુ લોકોના મોત નીપજયા છે અને તોફાની તત્વોએ દુકાનો અને મકાનોમાં લુંટફાટ કરી આગ ચાંપી દેતા કરોડો રૂપિયાનું નુકસાન થયું છે આ તોફાનો પૂર્વ આયોજતી હોવાનુ બહાર આવતા જ ગુપ્તચર સંસ્થાઓએ તપાસ શરૂ કરી છે અને તેમાં કેટલીક મહત્વપૂર્ણ વિગતો જાણવા મળી છે.

દિલ્હીના તોફાનોના પગલે કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા આ સમગ્ર ષડયંત્રને ઝડપી લઈ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી છે. દિલ્હી ઉપરાંત દેશના અન્ય સ્થળો ઉપર પણ શાહીનબાગ જેવા દેખાવો કરવા માટે આયોજનબદ્ધ રીતે કાર્યવાહી શરૂ કરાઈ છે અને આ માટે કેટલાક તત્વો સક્રિય બનેલા છે અમદાવાદ શહેરમાં પણ દરિયાપુર વિસ્તારમાં શાહીનબાગ બનાવવાના બેનરો ફરતા થયેલા છે

સોશિયલ મીડિયા પર તથા કેટલાક સ્થળો પર આ બેનરો જાવા મળતા રાજયનું ગૃહવિભાગ પણ સતર્ક બન્યું છે. સૌ પ્રથમ છેલ્લા બે દિવસથી આ બેનર અંગે તપાસ શરૂ કરવામાં આવી છે જાકે આ બેનરમાં કોઈના નામ કે સંસ્થાનું નામ લખવામાં આવેલું નથી જેના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ વધુ એલર્ટ બન્યા છે આ બેનર અંગે ખાનગીરાહે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

દિલ્હીના શાહીનબાગની જેમ અમદાવાદમાં પણ દરિયાપુર વિસ્તારમાં દેખાવો કરવાના સંદેશાની ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડતા થઈ ગયા છે ગઈકાલે સવારી જ ઉચ્ચ અધિકારીઓની તબક્કાવાર બેઠકો યોજાઈ હતી અમદાવાદમાં શાંતિ ડહોળવા માટે સક્રિય બનેલા તત્વો પર નજર રાખવામાં આવી રહી છે. બેનર અંગે કોઈ ચોક્કસ કડીઓ પ્રાપ્ત નહી થતાં પોલીસ અધિકારીઓ મુંઝવણમાં મુકાયા છે

ગઈકાલ સવારથી જ પોલીસનું પેટ્રોલીંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું અને સાંજે જુદી જુદી ટીમોને પણ બોલાવી લેવામાં આવી હતી શહેરમાં શાંતિ અને કોમી એખલાસનું વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ અધિકારીઓ દ્વારા દરિયાપુર વિસ્તારમાં કોમ્બીંગ કરવાનો નિર્ણય લેવાયો હતો.  દરિયાપુર વિસ્તારમાં શાહીનબાગ જેવા દેખાવો કરવા માટે ધરણા પ્રદર્શનના બેનરો ફરતા થતાં આ સમગ્ર કાર્યવાહી શરૂ કરાઈ છે

ગઈકાલે રાત્રે પોલીસ અધિકારીઓની આગેવાની હેઠળ જુદી જુદી ટીમોએ સમગ્ર દરિયાપુર વિસ્તારમાં સ્થાનિક આગેવાનોને સાથે રાખી વ્યાપક પ્રમણમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યંુ હતું જેના પગલ ેસમગ્ર વિસ્તારમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. દરિયાપુર વિસ્તારમાં કોમ્બીંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું જેના પગલે આસપાસના વિસ્તારોમાં પણ અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી હતી.

પોલીસતંત્ર દ્વારા દરિયાપુર વિસ્તારમાં ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી હતી આ અંગે કેટલાક શખ્સોની પુછપરછ પણ કરાઈ હતી. ચોંકાવનારી બાબત એ છે કે પોલીસને આ બેનરો અંગે કોઈ નકકર માહિતી મળી ન હતી જેના પગલે અધિકારીઓ મુંઝાયા છે.
બીજીબાજુ સોશિયલ મીડિયા ઉપર પણ આ બેનર ફરતું થયું છે જેના પગલે સાયબર સેલની પણ મદદ લેવામાં આવી રહી છે. આમ અમદાવાદ શહેરમાં પણ હવે પોલીસતંત્ર સંપૂર્ણપણે એલર્ટ થઈ ગયું છે અને ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં નજર રાખવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.