કાળઝાળ ગરમી પડશેઃ માર્ચથી મે મહિનામાં ‘લૂ’ નું પ્રમાણ વધે
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ગ્લોબલ વો‹મગની અસરને કારણે આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ ગરમી વધશે તેમ હવામાન ખાતાની આગાહીમાં જણાવાયુ છે. હાડ થીજાવતી ઠંડી બાદ હવે લોકોને કાળઝાળ ગરમીનો અનુભવ કરવો પડશે અને ઉનાળામાં સામાન્ય રહેલા ઉષ્ણતામાનમાં ૧ ડીગ્રીથી ર ડીગ્રીનો વધારો જાવા મળશે તેમ સુત્રો દ્વારા જાણવા મળે છે. શહેરમાં વધતા જતા પ્રદુષણ પ્લાસ્ટીક રબ્બરના ટાયરો જેવી વસ્તુઓ જાહેરમાં સળગાવવાને કારણે પ્રદુષણમાં થતો વધારો પણ ગરમીનું કારણ હોવાનું હવામાન શાસ્ત્રીઓ જણાવી રહ્યા છે. માર્ચથી મે મહિનામાં ‘લૂ’ નું પ્રમાણ વધે એવી શક્યતાઓ છે.