Western Times News

Gujarati News

નિર્ભયા કેસ : દોષિત પવનની ક્યુરેટિવ અરજી અંતે રદ થઇ

નવી દિલ્હી: સમગ્ર દેશને હચમચાવી મુકનાર નિર્ભયા ગેંગ રેપ અને હત્યા કેસના મામલામાં ચોથા અપરાધી પવનની ક્યુરેટિવ અરજીને આજે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. પવને પોતાની અરજીમાં દલીલ કરી હતી કે જ્યારે રેપ કેસ થયો ત્યારે તે કિશોર વયમાં હતો. આ મામલામાં તેની રિવ્યુ અરજી પહેલાથી જ ફગાવી દેવામાં આવી છે.

પાંચ જજની બેંચે સર્વસંમતિ સાથે આ ચુકાદો આપ્યો હતો. જસ્ટીસ એનવી, રમન્ના, જસ્ટીસ અરૂણ મિશ્રા, જસ્ટીસ રોહિગ્ટન ફલી નરિમન, જસ્ટીસ આર ભાનુમતિ તેમજ જસ્ટીસ અશોક ભુષણે સવારે ૧૦.૨૫ વાગે અરજી પર સુનાવણી હાથ ધરી હતી. ક્યુરેટિવ પિટિશન પર હમેંશા સુનાવણી બંધ બારણે કરવામાં આવે છે. ક્યુરેટિવ પિટિશન અન્ય ત્રણ અપરાધીની પહેલાથી જ રદ કરવામાં આવી ચુકી છે.

જેથી તેની અરજી રદ થશે તે બાબત તો પહેલાથી જ માનવામાં આવી રહી છે. પવની પાસે હવે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરવાનો વિકલ્પ રહેલો છે. ત્રણ દોષિતોની ક્યુરેટિવ અને દયાની અરજી રદ કરવામાં આવી ચુકી છે. નિર્ભયાના ગુનેગારોને ત્રીજી માર્ચના દિવસે ફાસી પર લટકાવી દેવા માટે ડેથ વોરંટ જારી કરવામાં આવ્યુ હતુ.

પવનની ક્યુરેટિવ અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ જા તે દયાની અરજી દાખલ કરશે તો ફાંસીની તારીખ ટળી શકે છે. કારણ કે દયાની અરજી પેન્ડિંગ રહે ત્યાં સુધી અપરાધીને ફાંસી આપી શકાય નહીં. બે વખત ફાંસીની તારીખ પહેલાથી જ ટળી ચુકી છે. પહેલા ૨૨મી જાન્યુઆરીના દિવસે ફાંસી થનાર હતી. ત્યારબાદ પહેલી ફેબ્રુઆરીના દિવસે ફાંસી આપવાની તારીખ નક્કી કરવામાં આવી હતી. જા કે અપરાધીઓએ કાનુની દાવપેચનો ઉપયોગ જારી રાખ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.