મેઘરજ તાલુકાના કંભરોડા ગામે લકુલીશ યોગા આશ્રમનુ ભુમિપુજન કરાયુ
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના કંભરોડા ગામે સોમવારે લકુલીશ યોગાશ્રમ નુ ભુમિપુનજન કરવામાં આવ્યુ હતું.શિવ અવતાર ભગવાન લકુલીશજીના શિવ સંકલ્પ વિશ્વમાં સનાતન સંસ્કૃતિ પુનસ્થાપન કાર્યને વિશ્વવ્યાપી બનાવવાના કલ્યાણકારી ઉદ્દેશ્ય અંતર્ગત સિધ્ધક્ષેત્ર કાયાવરોહણ થી પ્રિતમ મુનિજી ના શિષ્ય પ્રભવાનંદજી વાનપ્રસ્થી ની અધ્યક્ષતા માં ભુમિપુજન નો કાર્યક્રમ કંભરોડા ખાતે યોજાયોહતો જેમાં મેઘરજ ના અગ્રણી જતીનભાઇ પંડ્યા, જગદીશભાઇ ચૌહાણ,મોડાસાના પુર્વ ધારાસભ્ય દિલીપસિહ પરમાર તેમજ મેઘરજ,માલપુર, લુંણાવાડા,વડોદરા,સુરત,અમદાવાદ,ભરૂચના અગ્રણીઓ અને આ વિસ્તારના યુવાનો,વડીલો, મહીલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.