શહેરમાં ‘હડકવા વિરોધી રસી’ ની તીવ્ર અછત
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પીટલોનો વહીવટ ખાડે જઈ રહ્યો છે.ે મ્યુનિસિપલ હોસ્પીટલોમાં દર્દીઓ તથા દવાઓ પ્રત્યે ધ્યાન આપવામાં આવી રહ્યુ નથી. શારદાબેન, એલ. જી. હોસ્પીટલ તથા વી.એસ. હોસ્પીટલમાં દર્દીઓને ભારે હાલાકી થઈ રહી છે. તથા યોગ્ય સારવાર ન મળવાને કારણે સ્ટાફ અને સ્વજનો વચ્ચે ઘર્ષણના બનાવો પણ બની રહ્યા છે. એવી જ રીતે હોસ્પીટલોમાં દવા ખરીદી મામલે પણ બેદરકારી દાખવવામાં આવી રહી હોવાની ફરીયાદો બહાર આવી રહી છે.
મ્યુનિસિપલ હોસ્પીટલોમાં દવાનો અપૂરતો જથ્થો હોવાના કારણે દર્દીઓએ બહારથી દવાની ખરીદી કરવી પડે છે. જ્યારે ‘એન્ટી રેબિટ વેક્સિન’ ના નામે લગભગ શૂન્ય છે. મ્યુનિસિપલ હોસ્પીટલો અને અર્બન હેલ્થ સેન્ટરોમાં હડકવા વિરોધી રસી’ નો જથ્થો લગભગ ખલાસ થઈ રહ્યો છે. છેલ્લા એક મહિનાથી ‘એન્ટી રેબિટ વેક્સિન’ અપ્રાપ્ય છે. ચોંકાવનારી વિગત એ છે કે ખુલ્લા બજારમાંથી પણ હડકવા વિરોધી રસી મળવી દુર્લભ બની રહી છે. હડકવા વિરોધી રસીની અછત માટે તેના પરિક્ષણમાં થઈ રહેલ વિલંબ પણ જવાબદાર છે.
અમદાવાદમાં રખડતા કૂતરાઓનો ત્રાસ છે. તથા દર વરસે કૂતરા કરડવાના પ૦ હજાર કરતા પણ વધારે કેસ નોંધાય છે. સામાન્ય નાગરીકો કૂતરા કરડે ત્યારે હડકવા વિરોધી રસી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પીટલો પર નિર્ભર રહેતા હોય છે.
જ્યાં તેમને વિનામૂલ્યે રસી આપવામાં આવતી હોય છે. પરંતુ મ્યુનિસિપલ હોસ્પીટલોમાં લગભગ એક મહિના કરતાં પણ વધુ સમયથી ‘એન્ટી રેબિટ વેક્સિન’ ની અછત છે. મ્યુનિસિપલ હોસ્પીટલો તથા અર્બન હેલ્થ સેન્ટરોમાં હડકવા વિરોધી રસી ઉપલબ્ધ નથી. જેના પરિણામે દર્દીને વેક્સિન આપવામાં આવતી નથી. એક અદાજ મુજબ મ્યુનિસિપલ કોર્પોેરશનમાં દરરોજ ૯૦ થી ૧૦૦ રસીના ડોઝનો વપરાશ છે. દર વરસે ૩પ હજાર રસીની જરૂરીયાત રહે છે. પરંતુ હાલ, ‘એન્ટી રેબિટ વેક્સિન’ ઉપલબ્ધ નથી. ચોંકાવનારી બાબત એ છે કે ખુલ્લા બજારમાં પણ હડકવા વિરોધી રસી મળતી નથી. મેડીકલ સ્ટોર્સ પર સદ્દર વેક્સિન ઉપલબ્ધ ન હોવાના બોર્ડ લટકાયેલા જાવા મળી રહ્યા છે. જાણકારોનું માનીએ તો ‘એન્ટી રેબિટ વેક્સિન’ની અછત સમગ્ર દેશમાં છે.
દેશમાં હડકવા વિરોધી રસીનું ઉત્પાદન માત્ર ત્રણથી ચાર કંપનીઓ કરે છે. કેન્દ્ર સરકારના નિયમ મુજબ પણ કોઈપણ વેક્સિનનું ઉત્પાદન થયા બાદ તેને બજારમાં મુકતા પહેલાં તેની ચકાસણી-પરિક્ષણ કરવું ફરજીયાત છે. હિમાચલ પ્રદેશ સ્થિતિ કસૌલી ખાતે તમામ પ્રકારની વેક્સિનના પરિક્ષણ થાય છે. જેના રીપોર્ટ બાદ જ તેના વેચાણ થાય છે.એવા સંજાગોમાં ક્યારેક ઉત્પાદન કે પરિક્ષણમાં વિલંબ થાય ત્યારે તેની અછત એક સાથે સમગ્ર દેશમાં સર્જાય છે.
હાલ એન્ટી રેબિટ વેક્સિનની અછત છે. ‘યલો ફીવર’ માં પણ આ જ પ્રકારની રસીની સમસ્યા છે. પરિક્ષણમાં વિલંબ થાય ત્યારે ‘યલો ફીવર રસી’ની પણ અછત જાવા મળે છે. હડકવા વિરોધીછ રસી નો જથ્થો ક્યારે ઉપલબ્ધ થશે એ કહેવું મુશ્કેલ છે. તેથી હાલ ‘કૂતરાથી સાવધાન’ તેનાથી વધુ કહી શકાય તેમ નથી.