Western Times News

Gujarati News

ઉદ્યોગોને પ્રોત્સાહન માટે ૧૯ GIDC સક્રિય

અમદાવાદ, રાજ્યમાં ઉદ્યોગો અને રોજગારીને પ્રોત્સાહિત કરવાના હેતુથી નવીન જીઆઈડીસી સ્થાપવામાં આવે છે. રાજ્યમાં હાલ અરવલ્લી જિલ્લામાં ૦૩, ગાંધીનગર જિલ્લામાં ૦૯, સાબરકાંઠામાં ૦૩ તેમજ દાહોદ અને છોટાઉદેપુરમાં ૦૨-૦૨ એમ કુલ ૧૯ જીઆઈડીસી કાર્યરત છે.

તેમ વિધાનસભાગૃહમાં વિવિધ જિલ્લાઓમાં કાર્યરત જીઆઈડીસી અંગે ધારાસભ્યઓ દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા વિધાનસભાગૃહમાં ઉદ્યોગ વિભાગની જવાબદારી ધરાવતા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું. રાજ્યમાં જરૂરિયાત મુજબ નવીન જીઆઈડીસી સ્થાપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ જણાવતા મંત્રી પટેલે કહ્યું હતું કે ગાંધીનગર ખાતે આવેલી ગિફ્ટ સિટીમાં વૈશ્વિક કક્ષાની કંપનીઓ ઉપરાંત ટાટા, બેંક ઓફ બરોડા, બીએસઈ, એનએસઈ જેવી કંપનીઓ દ્વારા અંદાજે ૧૦,૦૦૦થી વધારે લોકોને રોજગારી આપવામાં આવે છે. યુવાનો ગિફ્ટ સિટી ખાતે વ્યવસાય સ્થાપી શકે તે માટે જીઆઈડીસી ૬ લાખ ચોરસ ફુટની જગ્યા ઉપલબ્ધ કરાવવાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.