સાસરીયાના ત્રાસની મહીલાનો આપઘાત
અમદાવાદ: ફતેવાડીમાં રહેતી એક પરણીતા ઉપર શંકા રાખીને તેને દહેજ માટે પરેશાન કરતા માનસિક રીતે ભાંગી પડેલી મહીલા પોતાનું જીવન ટુકાવતા પતિ સહીતના સાસરીયાઓ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોધાયો છે. અમરબેન વાધેલા ગોમતીપુર એ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી કે તેમની બીજી દીકરી સુરેખાનાં લગ્ન બાદની તેનો પતિ વિષ્ણુભાઈ ચૌહાણ (કુંભારવાસ ફતેવાડી સરખેજ) દિયર વિઠ્ઠલભાઈ વિનોદભાઈ તથા સસરા રમેશભાઈ વારવાર દહેજ માટે પરેશાન કરતા અને નાની નાની બાબતોમાં ઝઘડો કરતા હતા ઉપરાતં સુરેખા ઉપર શક વહેમ રાખી શારીરીક ત્રાસ આપતા હતા જેના પગલે કંટાળીને ઘરમાં પંખા પર દુપટ્ટો બાધી ગળેફાસો ખાઈ લીધો હતો. અમરબેનની ફરીયાદ સરખેજ પોલીસે પતિ સહીત ચારેય સામે કાર્યવાહી હાથ ધરી છે.