Western Times News

Gujarati News

પિન્કેથોન અમદાવાદ 2020 સફળતાપૂર્વક સંપન્ન, 3500થી વધારે મહિલાઓ સામેલ થઈ

  • સંપૂર્ણપણે મહિલાઓની વાર્ષિક રનિંગ ઇવેન્ટ 1 માર્ચ, 2020નાં રોજ વલ્લભ સદન, સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે યોજાઈ હતી
  • હજારો લોકોને પ્રેરિત કરીને દ્રષ્ટિની ખામી ધરાવતા 70 અને સાંભળવાની ખામી ધરાવતી 50 છોકરીઓની ટીમ, કેન્સરમાં બચી ગયેલા હીરો, નાનાં બાળકોની માતાઓ અને વરિષ્ઠ નાગરિકોએ ઉત્સાહભેર દોટ મૂકી

અમદાવાદ, આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ અને ભારતની ટોચની કન્ઝ્યુમર ડ્યુરેબલ અને લાઇટિંગ કંપની બજાજ ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ સતત બીજા વર્ષે પિન્કેથોનની ‘ટાઇટલ સ્પોન્સર’ છે. અમદાવાદ પિન્કેથોનની ત્રીજી એડિશન રવિવારે 1 માર્ચ, 2020નાં રોજ વલ્લભ સદન, સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદમાં યોજાઈ હતી. ભારતમાં મહિલાઓની સૌથી મોટી રનિંગ ઇવેન્ટ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી તથા એમાં 3 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21 કિલોમીટરની કેટેગરીઓમાં 3500થી વધારે મહિલાઓ સહભાગી થઈ હતી.

વર્ષની પ્રથમ રનિંગ ઇવેન્ટ તરીકે પિન્કેથોન અમદાવાદમાં સકારાત્મક વાતાવરણ અને ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં મહિલાઓ સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે સભાન બની હતી. બજાજ ઇલેક્ટ્રિકલ્સનો ઉદ્દેશ મહિલાઓને પોતાનાં માટે દોડવાનો અને સ્વસ્થ જીવનશૈલી હાંસલ કરવા પ્રેરિત કરવાનો છે. બ્રાન્ડ સભાનતાપૂર્વક મહિલાઓનાં જીવનની ગુણવત્તા સુધારવા માટે પ્રયાસરત છે.

બજાજ ઇલેક્ટ્રિકલ્સ છેલ્લાં ચાર વર્ષથી પિન્કેથોન સાથે એસ્પાયરિંગ પાર્ટનર્સ તરીકે જોડાણ ધરાવે છે અને છેલ્લાં બે વર્ષથી ટાઇટલ સ્પોન્સર છે. એનો ઉદ્દેશ મહિલાઓ વચ્ચે ફિટનેસ અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાનો છે. કંપની કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેગમેન્ટમાં વિવિધ ઓફર સાથે એના મુખ્ય લક્ષિત વર્ગમાં સ્વાસ્થ્ય અને ફિટનેસને પ્રોત્સાહન આપવા ધ્યાન કેન્દ્રિત કરવાનો છે, જે મહિલાઓને સ્વસ્થ જીવનશૈલી પસંદ કરવા સક્ષમ બનાવે છે. આ જીવનનાં તમામ પાસાંઓમાં મહિલાઓની અર્થસભર ભાગીદારીને પણ પ્રોત્સાહન  આપે છે.

પિન્કેથોનમાં છેલ્લાં આઠ વર્ષમાં વિવિધ શહેરોમાં અત્યાર સુધી 275,000 મહિલાઓની ભાગીદારી જોવા મળી હતી. સુપર મોડલ, અભિનેતા, અલ્ટ્રામેન અને પિન્કેથોનનાં સ્થાપક મિલિન્દ સોમણ અને સહ-સ્થાપક રીમા સંઘવી, વર્લ્ડ ચેમ્પિયન મન કૌર, બોલીવૂડની અભિનેત્રી કરિશ્મા કપૂર તથા અન્ય મહાનુભાવોએ ભારતની એકમાત્ર અને સૌથી મોટી વિમેન ઓન્લી કેટેગરી રન પિન્કેથોનની 52મી એડિશનને લીલી ઝંડી આપી હતી.

તમામ કેટેગરીઓનાં સહભાગીઓએ તેમનું રનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. આ પુરવાર કરે છે કે, જો મહિલાઓ તેમનાં જીવન પર ધ્યાન કેન્દ્રિત કરે અને તેમનાં સ્વાસ્થ્ય અને ફિટનેસને ગંભીરતાપૂર્વક લે તો, તેઓ કોઈ પણ પ્રકારનાં શારીરિક, માનસિક અને સંવેદનાત્મક પડકારોને ઝીલી શકે છે. પિન્કેથોન બિમારી, વિકલાંગતા અને વય જેવા અવરોધો આડે આવતા નથી એના પર ભાર મૂકે છે.

45 વર્ષથી વધારે વયની દરેક સિંગલ ફિનિશરને બજાજ ઇલેક્ટ્રિકલ્સ પિન્કેથોન અમદાવાદ 2020 તરફથી સુંદર ત્સુનામિકા મેડલ, અપ-સાયકલ બે અને ફ્રી મેમોગ્રામ મળ્યું હતું. 45 વર્ષથી વધારે વય ધરાવતા દરેક સહભાગીને હેલ્થકેર પાર્ટનર અપોલો સીબીસીસીસી કેન્સર કેર પાસેથી ફ્રી ગાયનેક કન્સલ્ટેશન મળ્યું હતું. આ બેનિફિટ ટ્રાન્સફરેબલ છે. ઇવેન્ટમાં બાળકો સાથે થયેલી માતાઓ માટે સ્તનપાન કરાવવા માટે અલગ ઝોન ઊભો કરવામાં આવ્યો હતો.

ઇવેન્ટ દરમિયાન અમદાવાદની 3 આધેડ વયની મહિલાઓને તૃણ તોફાની કહેવામાં આવી હતી, જેમણે પિન્કેથોનની પ્રથમ એડિશનમાં 3 દિવસ દરમિયાન 150 કિલોમીટરની દોડ પૂર્ણ કરી હતી, જેમને બિરદાવવામાં આવી હતી. આ  પાર્ટનરશિપ પર આનંદ વ્યક્ત કરીને બજાજ ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી અનુજ પોદ્દારે કહ્યું હતું કે, અમને ટાઇટલ સ્પોન્સર્સ તરીકે પિન્કેથોન સાથે જોડાણ કરવાની ખુશી છે.

એક કંપની તરીકે અમે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવતી અને અમારી બ્રાન્ડ વેલ્યુ હેલ્થ એન્ડ વેલ-બીઇંગને સુસંગત ઇવેન્ટને સહકાર આપવામાં માનીએ છીએ. જ્યારે પિન્કેથોન સાથે અમારાં લાંબા જોડાણે અમને અમારી બ્રાન્ડ સ્ટોરીનો લોકો સુધી પહોંચવાની તક મળી છે, ત્યારે સાથે સાથે અમે મહિલાઓને સશક્ત બનાવવા અને તેમને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવામાં પ્રેરકબળ તરીકે કામ પણ કરીએ છીએ.

બજાજ ઇલેક્ટ્રિકલ્સ પિન્કેથોન અમદાવાદની ત્રીજી એડિશન પૂર્ણ થયા પછી એના સ્થાપક મિલિન્દ સોમણે ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “ભારતમાં છેલ્લાં આઠ વર્ષમાં યોજાતી સૌથી મોટી વિમેન્સ રન પિન્કેથોનની 52મી એડિશન અમદાવાદમાં યોજાઈ હતી. પિન્કેથોનમાં શરૂઆતથી મોટી સંખ્યામાં મહિલાઓ સામેલ થાય છે.

આ વર્ષો દરમિયાન પિન્કેથોનને પ્રાપ્ત થયેલા જબરદસ્ત પ્રતિસાદે ઘણા નવા અને રોમાંચક અનુભવો  આપવામાં, ભારતની પ્રથમ સાડી રન અને સાયકલ રેલી, પ્રથમ વિમેન ઓન્લી હાફ મેરેથોન, દ્રષ્ટિની ખામી ધરાવતા લોકો માટે પ્રથમ સ્ક્વેડ, કેન્સર સર્વાઇવર્સ માટે ટ્રેક અને બેબી વેરિંગ વોક યોજવા પ્રોત્સાહન આપ્યું છે. સહભાગીઓ આ પ્રકારની ઇવેન્ટમાં સામેલ થઈને રનિંગને જીવનનું અભિન્ન અંગ  બનાવે છે, જેના પરિણામે હજારો મહિલાઓ ઉદાહરણ સાથે એકબીજાને પ્રેરિત કરે છે. તેઓ તમામ દરેક શહેરમાં દરેક એડિશનમાં તહેવારની જેમ એકમંચ પર આવે છે.

પિન્કેથોન અનસ્ટોપેબલ અને લિમિટલેસ છે. અમે આજે અમદાવાદમાં ત્રીજી એડિશન અને કુલ 52મી એડિશનનું આયોજન કર્યું હતું, જેમાં ખરેખર સુંદર અનુભવ મળ્યો છે. છેલ્લાં આઠ વર્ષ દરમિયાન અમને તમામ એડિશનની જેમ સારો પ્રતિસાદ મળ્યો છે. પિન્કેથોન મહિલાઓ દ્વારા સ્વસ્થ અને સશક્ત સમાજની દિશામાં હજુ પણ નાનું પગલું છે. હજુ લાંબી મજલ કાપવાની છે. પરિવર્તન આવી રહ્યો છે, પિન્કેથોનની મહિલાઓ જાગૃત થઈ છે અને તેઓ સ્વસ્થ જીવનશૈલી અપનાવશે. અત્યારે સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જરૂરી છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.