Western Times News

Gujarati News

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ પાટણ ખાતે આજથી ત્રણ દિવસ માટે પેરાગ્લાઈડિંગ વર્કશોપનો પ્રારંભ કરવામાં આવ્યો 

ભારતના સ્વપ્નદ્રષ્ટા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી જી ના ખેલો ઇન્ડિયા વિચારને મૂર્તિમંત કરવા માટે અમદાવાદ પશ્ચિમના સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી ના માર્ગદર્શન હેઠળ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે તારીખ ૩/ ૪/૫ માર્ચ ૨૦૨૦ દરમ્યાન પેરાગ્લાઈડિંગનો સૌ પ્રથમ વર્કશોપ આંતરરાષ્ટ્રીય કક્ષાનો અનુભવ ધરાવતા કોચ પાયલોટ ચંદ્રશેખર (નેપાળ), કેપ્ટન રામ પી. બુદ્ધા અને  વુમન્સ ફુટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના જોઈન્ટ સેક્રેટરી પેરાગ્લાઈડિંગ ઓફ  ઇન્ડિયાના સેક્રેટરી શ્રીમતી  ટીના કે.દાસ ની ઉપસ્થિતિ માં યુનિવર્સિટી ગ્રાઉન્ડ પાટણ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો

આ વર્કશોપ ગુજરાતના પાટણ, અમદાવાદ અને સાદરા એમ ત્રણ સ્થળોએ વિવિધ તબક્કામાં કરવામાં આવેલ છે જેમાં ૧૦૦ ઉપરાંત લોકોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે આ વર્કશોપમાં પ્રથમ સ્પર્ધાકો ને  ત્રણ દિવસની બેઝીક ટ્રેનિંગ આપવામાં આવશે ત્યારબાદ તેમાંથી પસંદ થયેલ સ્પર્ધકોને છ મહિના માટે રાષ્ટ્રીય કક્ષાની ફ્લાઈંગ ક્લબમાં વધુ છ મહિના માટે ની ટ્રેનિંગ આપવામાં આવશે જેમાં સંપૂર્ણ રીતે તેમને પેરાગ્લાઈડિંગ ના પાયલોટ તરીકે  ટ્રેનિંગબદ્ધ કરીને દેશ-વિદેશની પેરાગ્લાઈડિંગ ફ્લાઈંગ ક્લબમાં આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે માસિક રૂપિયા ૨૫ હજારથી લઈને વાર્ષિક રૂપિયા ૫ લાખ સુધીના પેકેજની રોજગારીની તકો પુરી પાડવામાં આવશે. અરુણકુમાર સાધુ, ઉપપ્રમુખ, વુમન્સ ફુટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.