Western Times News

Gujarati News

ભારતમાં જરૂરી એવી ૩૨ દવાઓનો સ્ટોક ખાલી થવા લાગ્યોઃ ડોકટરો પણ ચિંતામાં

tablet medicines

નવી દિલ્હી, કોરોના વાયરસના સંક્રમણના કારણે ભારતમાં બનતી દવાઓમાં વપરાતી વસ્તુઓ ચીનમાંથી મળી રહી નથી. ચીનથી આ આયાત પ્રભાવિત થવાના કારણે હાલમાં ૩૨ એવી દવાઓ છે જે ભારત માટે જરૂરી છે. પરંતુ આ દવાઓનો કોઈ વિકલ્પ મળી રહ્યો નથી અને તેના કારણે ભારતની ચિંતા સતત વધી રહી છે. કોરોના વાયરસના પ્રકોપની વચ્ચે સરકારે આ મહત્વપૂર્ણ જરૂરી દવાઓની ઓળખ કરવામાં આવી છે જેનો સ્ટોક ખતમ થવાના આરે છે. તેમાં એમોકિસલિન, મોકસફલોકસાસિન, ડોકિસસાઈકલી જેવી એન્ટીબાયોટિક અને ટ્યૂબરકયુલોસિસ જેવી દવા રિફેંપિસિન સામેલ છે. દવાઓને અકીલા બનાવવામાં ચીની મટિરિયલનો ઉપયોગ કરવામાં આવે છે અને સાથે જ કોરોનાના કારણે ચીની સપ્લાય પર અસર પડી રહી છે.

મળતી માહિતી અનુસાર રિપોર્ટ ફાર્માસ્યુટિકલ વિભાગને આપવામાં આવ્યો હતો. જેમાં ૫૪ દવાઓના સર્વેમાં જરૂરી ૩૨ દવાઓને ગણાવવામાં આવી હતી. તેમાંથી ૧૫ દવાઓ નોન ક્રિટિકલ વિભાગમાં ગણાતી હતી. થોડા સમય પહેલાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે કેટલીક એવી દવાઓની સમીક્ષા કરી કે જેના માટે ભારત સંપૂર્ણ રીતે ચીન પર નિર્ભર છે. કાઉન્સિલને એવી દવાઓનો વિકલ્પ આપવા કહેવાયું હતું. રિપોર્ટમાં જણાવાયું છે કે રિવ્યૂ કરવામાં આવેલી ૩૨ દવાઓ એવી છે જેનો કોઈ વિકલ્પ નથી, આ દવાઓની અનેક શ્રેણી છે. ચીનમાં કોરોના વાયરસના ફેલાવવાના કારણે પ્રોડકશન ઠપ થયું છે. જેના કારણે દવા કંપનીઓએ સતર્કતા રાખવાનું શરૂ કર્યુ છે. એમોકિસલિન એક મહત્વપૂર્ણ છે જેના મોકિસકાઈન્ડ-સીવી જેવા એન્ટીબાયોટિકસના ઉત્પાદનમાં ઉપયોગ કરવામાં આવે છે.

ચીનમાંથી આયાત બંધ થવાના કારણે જે ઓર્ડર આપવામાં આવ્યા છે તેમાં ૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. એપ્રિલના મધ્ય ભાગ સુધીમાં દવાઓની અછત સર્જાઈ શકે છે. ડોકટરોને પણ ચિંતા છે કે ટીબીની સારવારમાં મદદ કરનારી રિફેંપિસિન જેવી જરૂરી દવાઓની ખામી મુશ્કેલી સર્જી શકે છે. તેનો સપ્લાય ઘટી જવાના કારણે મુશ્કેલી સર્જાઈ શકે છે. ભારત દવાઓના ઉત્પાદનમાં કામમાં આવનારા છૈઁં અને ઈંટરમીડિયરીઝના માટે ચીન પર આધાર રાખે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે કમેટી દવાઓના વિકલ્પ શોધવા પર ધ્યાન આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.