સીએમ અરવિંદ કેજરીવાલે મોદી સાથે મુલાકાત કરી
નવી દિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. બંને નેતાઓ વચ્ચે આ મુલાકાત સંસદ ભવન પરિસરમાં થઈ. ત્રીજીવાર દિલ્હીની કમાન સંભાળ્યા બાદ સીએમ કેજરીવાલ અને પીએમ મોદીની પહેલી મુલાકાત રહી. આ મુલાકાત દરમિયાન કોરોના વાયરસ સામે લડવાની તૈયારી અને દિલ્હી હિંસા પર ચર્ચા થઈ. દિલ્હીમાં ત્રીજી વખત સીએમ બન્યા બાદ અરવિંદ કેજરીવાલની પીએમ મોદી સાથે આ પહેલી મુલાકાત છે. જેના પર સૌની નજર છે.
સીએમ કેજરીવાલે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ચલાવવામાં આવી રહેલા પુનર્વાસ અભિયાન વિશે પીએમ મોદીને જણાવ્યુ. સીએમ કેજરીવાલે કહ્યુ કે મે પીએમ નરેન્દ્ર મોદી સાથે શિષ્ટાચાર મુલાકાત કરી હતી. ચૂંટણી જીત્યા બાદ મે વડાપ્રધાન પાસે સમય માગ્યો હતો. દિલ્હીનો વિકાસ કરવા માટે તેમની મદદ માગી. તેમણે કહ્યુ કે તેઓ પૂરી રીતે દિલ્હીના કાર્યો માટે સહયોગ કરશે.