કોરોના ઈફેક્ટ: નોઇડામાં એક શાળા બંધ કરવામાં આવી
નવી દિલ્હી, કોરોના વાઇરસે ચીન બાદ લગભગ અડધી દુનિયાને પોતાની ચપેટમાં લઇ લીધી છે. ભારતમાં કોરોના વાઇરસના બે નવા કેસ સામે આવ્યાં છે. સંક્રમિત વ્યક્તિમાંથી એકની દિલ્હીની રામ મનહોર લોહિયા હોસ્પિટલમાં સારવાર ચાલી રહીં છે. દિલ્હીમાં સારવાર લઇ રહેલો વ્યક્તિ થોડા દિવસ પહેલા એક બર્થડે પાર્ટી હોસ્ટ કરી હતી. આ પાર્ટીમાં નોઇડાના એક શાળાના બાળકો પણ સામેલ થયા છે. પાર્ટીમાં આવેલા લોકોને જાહેર સમારોહમાં જવાથી બચવા કહેવામાં આવ્યું છે. જોકે, નોઇડાના સીએમઓએ જણાવ્યું કે પાર્ટીમાં સામેલ કોઇ પણ વ્યક્તિમાં કોરોના વાઇરસના લક્ષણ મળ્યા નથી.
દરમિયાન નોઇડાની એક સ્કૂલને બંધ કરી દેવામાં આવી છે. શાળાના કેટલાય વિદ્યાર્થીઓ કોરોના વાઇરસથી સંક્રમિત વ્યક્તિ દ્વારા આયજિત બર્થડે પાર્ટીમાં સામેલ થયા હતા. યુપીના હેલ્થ મિનિસ્ટ્રીની ટીમ બંધ શાળાની મુલાકાત લેવાન છે.
દેશમાં કોરોના વાયરસને લઈને હડકંપ મચ્યો છે. નોઈડા પછી આગ્રામાં કોરોના વાયરસનાં ૬ સંદિગ્ધ મળ્યા છે. આ એજ લોકો છે, જે ઈટલી આવેલા શખ્સનાં સંપર્કમાં આવ્યા હતા. આ શખ્સ કોરોનાવાયરસથી ચેપગ્રસ્ત છે. હાલમાં આ તમામ ૬ લોકોને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે, અને તેમના સેમ્પલ પુણેની મેડિકલ લેબમાં મોકલવામાં આવ્યા છે.
સરકારે જણાવ્યું કે આગ્રામાં ૬ લોકો માં કોરોનાવાયરસનાં સિમ્ટમ્સ મળી આવ્યા છે. આ છ લોકોને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. સાથે સાથે તેમના સેમ્પલ પણ પૂણેની નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વિરોલોજી (એનઆઈવી)માં મોકલવામાં આવ્યા છે. સાથે સાથે આ ૬ લોકોનાં સંપર્કમાં આવેલા લોકોની પણ તપાસ શરૂ થઈ ગઈ છે.