અમદાવાદ કલેક્ટર દ્વારા જિલ્લાના વિવિધ કેસોનો ફાસ્ટટ્રેક નિકાલ કરવામા આવ્યો
જિલ્લાના નાગરીકોના વિવિધ પડતર પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવે તે માટે વ્યવસ્થા વિકસાવવામાં આવી છે. -કલેક્ટરશ્રી
અમદાવાદ કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ કચેરી ખાતે નોંધાતા વિવિધ કેસના ઝડપી નિકાલ માટે ત્વરિત સુનવણી અને નિકાલ માટે વ્યવસ્થા વિકસાવવામાં આવી છે. જિલ્લા મેજીસ્ટ્રેટ કચેરીએ આર્મ્સ એક્ટ, સરફેસી એક્ટ, ધી ઈન્ડીયન ટેલિગ્રાફ એક્ટ, પાસા એક્ટ, વેલ્ફેર એંડ મેન્ટેનન્સ ઓફ સિનિયર સિટીઝન એક્ટ અંતર્ગત જુદા-જુદા કેસ નોંધાયા છે ઉપરાંત ખેત-જમીનને લગતા આર.ટી.એસ. કેસનો પણ સમાવેશ થાય છે. છેલ્લા બે માસમાં ઉક્ત કાયદા હેઠળ નોંધાયેલ બહુધા કેસોના ઝડપી નિકાલ કરી કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવેલ ઠરાવ લવાદીના ઘરે એક અઠવાડિયામાં પહોચી જાય તે સુનિશ્ચિત કરવામાં અવ્યું છે.
કલેક્ટર શ્રી કે.કે નિરાલાએ જણાવ્યું છે કે, અત્રેની કચેરીએ આવતા વિવિધ કેસની નિર્ધારિત સમય મર્યાદામાં સુનવણી થાય અને એક અઠવાડિયાની અંદર તેનો નિકાલ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જિલ્લા વહિવટી તંત્રના નવા અભિગમથી લોકોના પડતર પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવશે તેમ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.