અમદાવાદ શહેરમાં તસ્કરોનું રાજ
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિના મુદ્દે પોલીસતંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહયા છે શહેરમાં ઘરફોડ ચોરી તથા લૂંટની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહયો છે જેના પરિણામે નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે શહેરમાં જાણે તસ્કરોનું રાજ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે શહેરના સાબરમતી, શાહીબાગ, માધવપુરા, કાલુપુર, મણિનગર, સરદારનગર સહિતના વિસ્તારોમાં ચોરીની ફરિયાદ નોંધાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે ચોરી કરતી ટોળકીઓએ અમદાવાદ શહેરને બાનમાં લીધું હોય તેવી પરિસ્થિતિ જાવા મળી રહી છે.
શહેરના શાહીબાગ વિસ્તારમાં ડફનાળા પાસે આવેલા ઈસ્ટ વીંગ કવાર્ટસમાં રહેતા અમિતકુમાર રાજપુત બે દિવસ પહેલા મકાનને તાળુ મારી પરિવાર સાથે બહાર ગયા હતા
ત્યારે બે દિવસમાં તસ્કરોએ ઘરનં તાળુ તોડી મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા મળી કુલ રૂ.૧.૯૩ લાખના મુદ્દામાલની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. અમિત રાજપુત ઘરે આવ્યા ત્યારે ઘરનુ તાળુ તુટેલું જાવા મળ્યું હતું
જેના પરિણામે તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ અધિકારીઓ આવી પહોંચ્યા હતા આ અંગે શાહીબાગ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના બાપુનગર વિસ્તારમાં ન્યુ આશાપુરી સોસાયટીમાં રહેતા વિનોદભાઈ દવેની ધોબીઘાટ ખાતે એક ફેકટરી આવેલી છે રાત્રિ દરમિયાન તસ્કરોએ ફેકટરીના ઉપર લગાડેલા પતરા તોડી અંદર પ્રવેશ કરી તૈયાર કપડાનો કુલ રૂ.૯ર હજારનો જથ્થો ચોરી કરી પલાયન થઈ ગયા હતા આ અંગે વિનોદભાઈએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલી અયોધ્યાપુરી સોસાયટીમાં રહેતા રમાકાંત રાજપુત બપોરના સમયે ઘરને તાળુ મારી પરિવાર સાથે બહાર ગયા હતા ત્યારે તસ્કરો ઘરમાં ત્રાટક્યા હતા અને ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ.૬પ હજારના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ જતાં રમાકાંતે આ અંગે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તસ્કર ટોળકીઓ અવનવી મોડસ ઓપરેન્ડી વાપરી ચોરી કરવા લાગી છે શહેરના કાલુપુર વિસ્તારમાં ચોરીની એક ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે કાલુપુર વિસ્તારમાં જ ઉમેરા ફલેટમાં રહેતા ઈસ્માઈલભાઈ સાંજના સમયે પાંચ કુવા નજીક આવેલી તેમની દુકાનમાં મોઢે દુપટ્ટો બાંધીને આવેલી મહિલાએ દુકાનના ગલ્લાનું તાળુ તોડી રૂ.ર.૭ર લાખ રોકડાની ચોરી કરી પલાયન થઈ ગઈ હતી આ અંગે કાલુપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મહારાષ્ટ્રના પુના ખાતે રહેતા સરયુ ગોસાવી નામના વૃધ્ધ ટ્રેનમાં બેસી અમદાવાદ આવવા નીકળ્યા હતા ત્યારે મણિનગર રેલવે સ્ટેશને ઉતરી સ્વામિનારાયણ મંદિર મઠ ખાતે આવ્યા હતા આ દરમિયાનમાં અજાણી વ્યક્તિએ ગોસાવીના પર્સમાંથી સોનાની ચેઈન તથા અન્ય દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ ત્રણ લાખના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયું છે. આ અંગે મણિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સરદારનગર વિસ્તારમાં પણ ચોરીનો એક ચોંકાવનારો બનાવ બન્યો છે જેમાં નોબલનગરમાં રહેતા બાવલભાઈએ પોતાનુ છોટા હાથી વાહન નરોડા ઓઝન અંડરપાસ પાસે પાર્ક કર્યુ હતું જેમાંથી જુદા જુદા વાહનોના ૮ ટાયર કોઈ ચોરી કરી ગયું હતું આ અંગે સરદારનગર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.