પાંચ વર્ષ પ્રસિધ્ધીમાં રહેવા માટે મ્યુનિ. શાસકોએ રૂ.૧રપ કરોડનો ખર્ચ કર્યો!!
ઉત્સવ-મહોત્સવો માટે રૂ.૯૪ કરોડ, સોશ્યલ મીડીયા પાછળ બે વર્ષમાં રૂ.રર લાખ તથા જાહેરાત માટે રૂ.૩ર કરોડનો ધુમાડો –પબ્લિસીટી વિભાગે ખર્ચ પુરાવા રજુ કરવા જરૂરી
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વાર્ષિક બજેટનો મોટો હિસ્સો પ્રચાર-પ્રસાર માટે ખર્ચ થઈ રહ્યો છે. પ્રજાકીય કામો થાય કે ન થાય પરંતુ સોશ્યલ અને અન્ય મીડીયા મારફતે સતત ‘વિકાસ’નો પ્રચાર થઈ રહ્યો છે. પ્રજાની વચ્ચે જવાના બદલે પરોક્ષ રીતે પ્રજા વચ્ચે રહેવા માટે તથા વિપક્ષ સાથે લડવા મટો પણ સોશ્યલ મીડીયા ઉત્તમ સાધન બની ગયુ છે. મ્યુનિસિપલ કોર્પોેરશનમાં છેલ્લી ત્રણ વર્ષથી ભાજપની સતા છે.
દસ-પંદર વર્ષ અગાઉ સિંગાપોર-સાંઘાઈના જે વચનો આપવામાં આવ્યા હતા તે પુરા થયા નથી તેથી સોશ્યલ મીડીયામાં ફોટા અપલોડ કરી તે પણ નાગરીકોને સિંગાપોર-શાંઘાઈનો આનંદ આપવામાં આવી રહ્યો છે.
એવી જ રીતે નાગરીકોને ખાડા-ટેકરાવાળા રસ્તા, પ્રદુષિત પાણી, વરસાદી પાણીનો ભરાવો, પીરાણા ડુંગર જેવી ડમ્પ સાઈટની સમસ્યાનું દુઃખ ભુલાવવા માટે કાર્નિવલ પતંગોત્સવનો ‘ડોઝ’ પણ આપવામાં આવે છે. જેની પાછળ કરોડો રૂપિયાનું આંધણ થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન પ્રચાર-પ્રસાર અને ઉત્સવ-મહોત્સવો પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. જેમાં વર્તમાન હોદ્દેદારો સૌથી વધુ ખર્ચાળ સાબિત થયા હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખાડા ખોદવા અને ખાડા પુરવાની પ્રક્રિયા કરવા માટે જાહેરાતો કરવાની પરંપરા ચાલી રહી છે. કોઈપણ કામ શરૂ કરતા પહેલાં ખાતંમુહુર્ત અને પૂર્ણ થયા બાદ લોકાર્પણ વિધિ કરવામાં આવે છે. જે સારી બાબત છે પરંતુ તેના માટે જે ખર્ચ થઈ રહ્યો છે તે ખોટી બાબત છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ર૦૧પ-૧૬ થી ર૦૧૯-ર૦ ના સમયગાળા દરમ્યાન જાહેરાત માટે જ રૂ.ર૦ કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે. ર૦૧પમાં ચૂંટણી જીત્યા બાદ ભાજપના હોદ્દેદારોએ નિયમ મુજબ ફરજીયાત કરવા પડે એવા ફરજીયાત કામોનો યશ લેવા માટે રૂ.ર૦ કરોડનું આંધણ કર્યુ છે. શહેરીજનોને કોઈ વધારાની સેવા-સવલતો આપીને કે પછી ટેક્ષ વ્યાજમાં ઘટાડો કરીને મોટા હોર્ડીંગ્ઝ લગાવવામાં આવે તો વ્યાજબી પણ ગણાય.
પરંતુ કરોડો રૂપિયાના ખર્ચથી તૈયાર કરવામાં આવેલા રોડ તૂટી ગયા બાદ તેના રીસરફેસ કરવા માટે કે પછી ટ્રી-ટેડ વાટરથી તળાવ ભરવાની જાહેરાતો કરવા માટે જે ખર્ચ થાય છે તેને પ્રજાના રૂપિયાનું આંધણ જ માનવામાં આવે છે. એવી જ રીતે પ્રજાંનું ધ્યાન અન્યત્ર કેન્દ્રીત કરવા માટે કાર્નિવલો અને ઉત્સવ-મહોત્સવોના આયોજન થાય છે. જેમાં ડાયરાના કલાકારોને માત્ર ત્રણ કલાકની ફી પેટે લાખ્ખો રૂપિયા ચુકવાય છે. જેના કારણે જ ટેક્ષના વ્યાજ પેટે ૧૮ ટકા લેવામાં આવી રહ્યા છે એવો કટાક્ષ કરતા મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા બદરૂદ્દીન શેખે વધુમાં જણાવ્યુ હતુ કે મ્યુનિસિપલ સતાધારી પાર્ટીએ ઉદ્દઘાટનો, ખાતમુહુર્ત, કાર્નિવલ, ગરબા, ડેકોરેશન, પાણી, માઈક વગેરે માટે પાંચ વર્ષમાં રૂ.૯૪ કરોડનો ખર્ચ કર્યો છે. જે ઘણો જ વધારે છે.
આ તમામ ખર્ચ બિનહિસાબી હોય છે તથા તેનું ઓડીટ પણ કરવામાં આવતું નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન માં સત્તાસ્થાને બિરાજમાન પાર્ટીની પ્રજાકીય કામો કરવાની ફરજ છે. જેનો પ્રચાર કરવાની જરૂર રહેતી નથી. એવી જ રીતે વષ દરમ્યાન મહાનુભાવોના જન્મ દિવસ અને પૂણ્યતિથિએ પુષ્પાંજલી કાર્યક્રમ રાખવામાં આવે છે જરૂરી પણ છે . પરંતુ તેના માટે ર૦૧૦થી ર૦૧૯ સુધીમાં રૂ.૧.પ૯ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. દર વરસે આ પ્રકારના રપ કાર્યક્રમ થાય છે. ર૦૧૯માં પુષ્પાંજલી કાર્યક્રમ પાછળ રૂ.ર૭.૧૧ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
એક કાર્યક્રમ દીઠ રૂ.એક લાખ કરતાં પણ વધું ખર્ચ થાય છે. પÂબ્લસીટી મેનેજર આ પુષ્પો ક્યાંથી મંગાવે છે એની તપાસ કરવી જરૂરી છે. એવી જ રીતે કાર્નિવલ ખાતમુહુર્ત અને અન્ય કાર્યક્રમો માટે બે વર્ષમાં રૂ.૪૪ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જે પણ એક તપાસનો વિષય છે. મ્યુનિસિપલ હોદ્દેદારોએ પણ સોશ્યલ મીડીયા માટે લાખો રૂપિયા ખર્ચ કર્યો છે. ર૦૧૮-૧૯માં રૂ.૯.૮ર લાખ અને ર૦૧૯-ર૦માં રૂ.૧ર.૩૭ લાખ સોશ્યલ મીડીયાની ત્રણ કંપનીઓને ચુકવવામાં આવ્યા છે. તંમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.
મ્યુનિસિપલ શાસકોએ સોશ્યલ મીડીયા તથા ઉત્સવ-મહોત્સવોની જેમ જાહેરાતો માટે પણ કરોડો રૂપિયાનું આંધણ જ કર્યુ છે