કપડવંજ તાલુકા ના ખેડૂતો બે ઋતુ જવા છતાં પાક નિષ્ફળના નાણાંથી વંચિત
ખેડૂતો ને પાક નિષ્ફળ ના નાણા નહીં મળે તો ઉગ્ર આંદોલન ની ચીમકી
કપડવંજ તાલુકામાં ખેડૂતો ને પાક નિષ્ફળ ના નાણાં નહીં મળતા ખેડૂતો માં રોષ ની લાગણી વ્યાપી છે સરકારશ્રીની ખેડૂતોને પાક નિષ્ફળ ના નાણા ચૂકવવા માટે ની યોજના અંતર્ગત ખેડૂતો દ્વારા ચોમાસા બાદ ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી ખેડૂતોને ઓનલાઇન થી અરજીઓ કરવા માં પણ ધરમ ધક્કા ખાઈ કુલ ખેડૂતે પોતાને પાક નિષ્ફળ ના નાણાં સરકાર શ્રી ની યોજના મુજબના મળે તે માટે ભારે જહેમત બાદ નોંધણી કરાવી તેના કાગડો ૭-૧૨ ૮-અ આધાર કાર્ડ બેંક પાસ બુક અને અન્ય જરૂર તમામ દસ્તાવેજો સમય મર્યાદા માં રજૂ કરેલ હતા છતાં ચોમાસુ ગયું શિયાળો ગયો અને એ ત્રીજી ઋતુ ઉનાળો આવવા આવ્યો
તેમ છતાં હજુ સુધી આ પાક નિષ્ફળના નાણા કપડવંજ તાલુકાના ૭૦ થી ૭૫ ટકા ખેડૂતો આ યોજના ના લાભથી વંચિત રહેતા ખેડૂતો ખેડૂતો માં સરકાર અને સરકારી અમલદારો સામે રોષ ભભૂકી ઉઠ્યો છે આ અંગે કપડવંજ તાલુકાના ખેડૂત આગેવાન વિજયભાઈ ભીખાભાઇ પટેલ ના જણાવ્યા મુજબ આ અંગે ખેડૂતો ધ્વારા ગ્રામસેવક ખેતીવાડી અધિકારી તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી સુધી ની તાપસ કરવા અનેક વખત ધક્કા ખાવા છતાં અમલદારો ધ્વારા ઉદ્ધતજવાબો આપવામાં આવે છે અને મામલતદારો સરકાર ના માથે ઢોળી દે છે કે સરકાર માંથી નાણા આવશે ત્યારે મળશે
અમોએ ઉપલી કચેરી બિલો બનાવી મોકલી આપ્યા છે તેવા બેજવાબદાર જવાબો આપી પ્રજાને ગેરમાર્ગે દોરવા ના પ્રયત્નો કરે છે સરકારી અમલદારો સમય સર કામ નહીં કરતા તાલુકાના ખેડૂતો ને આ યોજના ના લાભથી વંચિત રહી ભય હવે તો પ્રસરી રહ્યો છે ટૂંક સમયમાં આ લાભાર્થી ખેડૂતો ને તેમના પાક નિષ્ફળ ના નાણા નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે