શ્રી સાર્વજનિક હાઈસ્કૂલ કાણીયોલ દ્વારા ધો.૧૦ અને ધો ૧૨ ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ યોજાયો
વેદમાતા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ કપડવંજ ધ્વારા શ્રી સાર્વજનિક હાઈસ્કૂલ કાણીયોલ તા. કઠલાલમાં ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ ગાયત્રી પરિવારના મુખ્ય યજમાન જશુભાઈ પ્રજાપતિ ના પદે યોજવામાં આવ્યો જેમાં લગભગ ૧૩૦ જેટલા બાળકો ઉપસ્થિત હતા શાળાએ જુદા જુદા ક્ષેત્રો માં સફળતા પ્રાપ્ત કરી હતી તે બદલ તેમને શાળા તરફથી શિલ્ડ પણ આપવામાં આવ્યા હતા ગાયત્રી પરિવાર વતી બધા વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવામાં આવી
તેમને કુમકુમ તિલક અને નાડાછડી દ્વારા પુષ્પવૃષ્ટિ કરી વૈદિક મંત્રો દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ગાયત્રી પરિવારના જશુભાઈ રાજુભાઈ રેખાબેન પ્રેમીલાબેન નયનાબેન ઉપરાંત ગામના સરપંચ શ્રી તાલુકા પંચાયતના સદસ્ય શ્રી એડવોકેટ ભરતભાઇ મંડળના સંચાલક અરવિંદભાઈ પટેલ તથા ગામના અગ્રણીઓ વડીલો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી તથા શાળા પરિવારે ખૂબ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન અતુલભાઇ પટેલે કર્યું હતું