પ્રાંતિજમાં છેલ્લા ચાર દિવસથી પાણી વેડફાઇ રહ્યું છે – જવાબદાર તંત્ર ઘોરનિંદ્રામાં
(તસ્વીરઃ-મનુભાઇ નાયી, પ્રાંતિજ)
(પ્રતિનિધિ) પ્રાંતિજ 03062019 : એક બાજુ પાણી વગર પશુપંખીઓ સહિત લોકો વલખાં મારી રહ્યાં છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે છેલ્લા ચાર દિવસથી પાણી નો વ્યય થતો જોવા મળી રહ્યો છે તો સ્થાનિકોની રજુઆત બાદ પણ જવાબદાર તંત્ર ગૌરનિદ્રા હોય તેવું હાલતો સ્પસ્ટ પણે જણાઈ આવે છે .
પ્રાંતિજ નગરપાલિકા વિસ્તાર માં આવેલ નાનીભાગોળ સબ જેલ પાસે નગરપાલિકા ની નર્મદા ની પ્રસાર થતી પાણીની પાઇપ લાઇન માં છેલ્લા ચાર દિવસથી ભંગાર થતાં છેલ્લા ચાર દિવસથી હજારો લિટર પાણીનો વ્યય થઈ રહ્યો છે તો પાણી રસ્તા ઉપર વહેતું થતાં કાદેવ કીચડ સાથે અવરજવર કરતા લોકોને મુશ્કેલીઓ ઉભી થવા પામી છે તો બીજીબાજુ ગુજરાત ના વિવિધ વિસ્તારોમાં પાણી માટે લોકો વલખાં મારી રહ્યાં છે ત્યારે પ્રાંતિજ નગરપાલિકા જવાબ દાર તંત્ર હાલ તો ગોરનીદ્વા માં હોય તેવું હાલતો જણાઇ આવે છે ત્યારે પ્રાંતિજ પાલિકા દ્વારા ઝડપથી પાઇપ લાઇન માં પડેલ લીકેજ ને લઇને કામગીરી હાથ ધરવામાં આવે તેવી આ વિસ્તાર ના લોકો માગ પણ ઉઠવા પામી છે.*