Western Times News

Gujarati News

રાજ્યભરની RTO કચેરીમાં કુલ ૭ર૬ જગ્યા ખાલી

પ્રતિકાત્મક

ગાંધીનગર: રાજ્યમા વાહનચાલકોને લાયસન્સ મેળવવાથી લઈને વાહનને લગતા સંખ્યાબંધ કામો માટે આરટી ઓ કચેરીમાં ધક્કા ખાવા પડતા હોય છે. ત્યારે રાજ્યભરની આરટીઓ કચેરીમાં ૩પ ટકા જગ્યા ખાલી હોવની માહિતી વિધાન સભામાં અપાઈ છે. રાજ્યની વિવિધ આરટીઓમાં કુલ ૧૯૪૮ મંજુર જગ્યામાંથી ૭ર૬ જગ્યા તો ખાલી છે.

આરટીઓ કચેરીમાં નવા લાયસન્સ, રીન્યુ કરાવવા, વાહનોનું પાસિંગ, વાહનોના વેચાણ બાદ નામ બદલવા સહિત સંખ્યાબંધ કામો માટે રોજ લાખો લોકો જતાં હોય છે.ે પરંતુ તેમને આજે પણ ભારે સમય વ્યતિત કરવો પડતો હોય છે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા આરટીઓની વિવિધ સેવાને અત્યાધુનિક કરાઈ રહી છે. જેથી વાહન ચાલકનો મહત્તમ સેવા ઓનલાઈન જ મળી જાય એવો દાવો કરાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.