શાહપુરમાં રેપીડએકશન ફોર્સની ફલેગ માર્ચ
શહેરના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો ચાંપતો બંદોબસ્તઃ તોફાની ત¥વો પર બાજનજરઃગુપ્તચર સંસ્થાઓની સૂચનાથી પોલીસ તંત્ર એલર્ટ
અમદાવાદ: દિલ્હીમાં એનઆરસી સહિતના મુદ્દે થયેલા હિંસક તોફાનોના પગલે દેશભરમાં હાઈએલર્ટ જાહેર કરી દેવામાં આવી છે તમામ પગલા ભરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે આપેલા આદેશના પગલે અમદાવાદ શહેર પોલીસ તંત્ર સતર્ક બનેલુ છે અને સંવેદનશીલ પગલા પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યુ છે ગુપ્તચર સંસ્થાઓના રીપોર્ટના આધારે શહેરના શાહપુર સહિત અનેક વિસ્તારમાં ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગઈકાલે રાત્રે ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ફોર્સના ચાપતો બદોબસ્ત શાહપુરમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.
નરેન્દ્ર મોદી સરકારે સીએએ લાગુ કર્યા બાદથી સીએએ એનસીઆર એનપીઆર વિરુદ્ધ કેટલાંક નાગરીકોએ ધરણાં તથા પ્રદર્શનો શરૂ કર્યો છે દેશના વિવિધ ભાગોમા શરૂ થયેલી આ હિલચાલ કેટલાંક સ્થળે હિસક પણ બની હતી થોડાંક દિવસો અગાઉ સીએએનું સમર્થન તથા વિરોધ કરતા જૂથો સામ સામે આવતા ભીષણ અથડામણ થઈ હતી.
જે ધાર્યા કરતા લાબા સમય સુધી ચાલતા બે પોલીસ કર્મી ઉપરાંત સામાન્ય નાગરીકોનું પણ મોત થયુ હતુ ઉપરાંત કરોડો રૂપિયાનું સંપત્તિને પણ નુકશાન પહોચ્યુ છે દિલ્હીના સમખાણણો પગલે કેન્દ્ર સરકારે તાત્કાલીક તમામ રાજ્યોને એલર્ટ રહેવા માટે સુચના આપી હતી આ સુચના બાદથી દર વખતે સંવેદનશીલ રહેતા અમદાવાદ શહેરમાં પણ પોલીસતંત્ર હાઈએલર્ટ પર છે ઉપરાંત ઈન્ટેલીજન્સનાં માણસો શંકાસ્પદ શખ્શો ઉપર નજર ચાંપતી રાખી રહ્યા છે ઉપરાં ત તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા પેટ્રોલિગ વધારી દેવામાં આવ્યુ છે.
આ પરીસ્થિતિમાં સમગ્ર શહેરમાં ખાસ કરીને સીટી વિસ્તાર ઉપર ઉચ્ચ અધીકારીઓ પણ વધુ નજર રાખી રહ્યા છે અને ક્યાંય પણ સીએએ કે એનઆરસીનો વિરોધ કરતા લોકો મળી આવે તો સમજાવીને પરત મોકલવામાં આવી રહ્યા છે. ઉપરાંત રાઉન્ડ ધ કલોક પેટ્રોલિગ અને પોતાના બાતમીદારોને પણ સાવધ કરી દેવાયા છે.
ગત રોજ પણ આવી જ તૈયારીઓના ભાગ રૂપે શાહપુરમાં પોલીસે કાર્યવાહી કરી હતી અસામાજીક તત્વો દ્વારા તોફાનની આશંકા વ્યક્ત કરતા તુરત જ રેપીડ એકશન ફોર્સ (આરએએફ) પણ શાહપુર ઉપરાંત આસપાસના વિસ્તારોમાં ભડકી દેવામાં આવી છે . ઉપરાંત ગઈકાલે ડીસીપી ઝોન ૨ની ટીમ પણ હરકતમાં આવતા ડીસીપી ઉપરાંત એસીપી અને સ્થાનિક પોલીસ સહીતના અધિકારીઓ અને કર્મચારીઓ સતર્ક થઈ ગયા હતા બાદમા મોડી સાંજે તેમણે પેટ્રોલિગ પણ કર્યુ હતુ
અન્ય શહેરોમાં લાગેલો રમખાણોનો પણ અમદાવાદ શહેરના ના ચંપાય એ માટે પણ અધિકારીઓ સતર્ક છે અને સંવેદનશીલ વિસ્તારોમાં સ્થાનિક અગ્રણીઓ તથા રહીશોને મળીને તેમને શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે અપીલ કરવામા આવી રહી છે આ કર્મચારીમા અમદાવાદ શહેર પોલીસ તંત્ર મહદઅશે સફળ પણમ થયુ છે કેટલાક શખ્શોની ઉશ્કેરણીને પગલે દરીયાપુર વિસ્તારમાં બે દિવસ અગાઉ ધરણાં પ્રદર્શન આયોજન કરવામાં આવ્યુ હતુ
જેના પગલે આ દેખાવોમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં મહીલાઓ ઉતરી આવી હતી. જા કે પોલીસ દ્વારા તેમને સમજાવતા આ મહીલાઓનુ ટોળું થોડા સમગ્ર બાદ વિખેરાઈ ગયુ હતુ અને કોઈ ઘટના બની ન હતી નોધનીય છે કે અમદાવાદ શહેરમાં શાહઆલમ તથા દાણીલીમડા વિસ્તારોમાં કેટલાય શખ્શોની ઉશ્કેરીના પગલે ધમાલ ચાલી હતી. જેમા નાગરિકો ઉપરાંત પોલીસ કર્મચારીઓ પણ ગંભીર રીતે ધાયલ થયા હતા.
જેથી આવી ઘટના બીજી વખત ન બને એ માટે પોલીસ તંત્ર સ્ટેન્ડ બાય છે અને શહેર પોલીસ કમિશ્નર ઉચચ અધિકારીઓ ઉપરાંત અન્ય એજન્સીઓ પણ સક્રીય બની છે તમામ ટીમો એકબીજાની સાથે મળીને શંકાસ્પદ શખ્શોની માહીતી એકત્ર કરી રહી છે. તથા તેમના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
મંગળવારે સાંજે પણ આરએએફ ટીમો ઉપરાંત પોલીસની મોટા ભાગના જાઈને સ્થાનિક નાગરીકો પણ કુતુહલ રેલાયુ હતુ પરતુ આરએએફ ઉપરાતની ટીમો પોતાની સુરક્ષા માટે જ આવી હોવાનુ જાણતા તમામે હાશકારો અનુભવ્યો હતો. બીજી તરફ હાલ સુધી શાત રહેલા અમદાવાદ શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે તંત્ર દ્વારા વધુ કેટલાક પગલા લેવામાં આવી રહ્યા છે અને શાંતિ જળવાઈ રહે એ ખાતર સ્થાનિક શાંતિ સમિતિનો પણ મદદ લેવાઈ રહી છે.