Western Times News

Gujarati News

યોનો SBIએ 20 મિલિયન રજિસ્ટર્ડ યુઝરની સીમાચિહ્નરૂપ સફળતા હાંસલ કરી

  • વર્ષ 2017નાં અંતે શરૂ થયેલું યોનો એસબીઆઈને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો
  • યોનો માટેનું ડાઉનલોડિંગ 43 મિલિયનનાં આંકડાને વટાવી ગયું
  • યોનો દ્વારા એસબીઆઈએ ભારતમાં યોનો કેશ, યોનો ગ્લોબલ અને યોનો કૃષિ જેવી જુદી જુદી પહેલો હાથ ધરી છે
  • અત્યાર સુધી ખેડૂત ગ્રાહકોને 3.4 લાખ યોનો કૃષિ એગ્રિ ગોલ્ડ લોન આપવામાં આવી

મુંબઈ,:સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)નાં પથપ્રદર્શક વિસ્તૃત ડિજિટલ સર્વિસ પ્લેટફોર્મ – યોનો (YONO‘You Only Need One’)નાં રજિસ્ટર્ડ યુઝરની સંખ્યા હવે 20 મિલિયનને આંબી ગઈ છે. નવેમ્બર, 2017માં શરૂઆત થયા પછી અત્યાર સુધી યોનોએ ગ્રાહકો વચ્ચે જબરદસ્ત લોકપ્રિયતા હાંસલ કરી છે. યોનો ગ્રાહકો વચ્ચે એવા પ્લેટફોર્મ તરીકે જાણીતી છે, જે તેમની બેંકિંગ, શોપિંગ, લાઇફસ્ટાઇલ અને રોકાણની જરૂરિયાતો માટે ઓલ-ઇન-વન સોલ્યુશન પ્રદાન કરે છે. બે વર્ષથી થોડા વધારે સમયગાળામાં યોનો એસબીઆઈએ 20થી વધારે કેટેગરીઓમાં 100થી વધારે ઇ-કોમર્સ કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરી છે. યોનો દ્વારા એસબીઆઈએ ગ્રાહકોની તમામ કેટેગરીઓને સેવા આપવા વિવિધ પહેલો હાથ ધરી છે, જેમાં યોનો કૃષિ, યોનો ગ્લોબલ, યોનો કેશ, યોનો શોપિંગ ફેસ્ટિવલ વગેરે સામેલ છે.

અત્યારે સુધી એસબીઆઈએ યોનો પર 6.8 મિલિયનથી વધારે સેવિંગ બેંક (એસબી) એકાઉન્ટ ખોલ્યા છે, જેમાં ગ્રાહકોને કેવાયસી માટે ફક્ત 1-વાર શાખાની મુલાકાત લેવી પડે છે, જેથી તેમને ડિજિટલ સેવિંગ એકાઉન્ટ 24×7 ખોલવાનો વિકલ્પ મળે છે. યોનો એસબીઆઈ દ્વારા બેંક દરરોજ 20000 એકાઉન્ટ ખોલે છે. અત્યાર સુધી તમામ એટીએમએસ અને મર્ચન્ટ આઉટલેટમાં 250000 ટચ-પોઇન્ટમાંથી યોનો કેશે 5 મિલિયનથી વધારે સલામત અને સુરક્ષિત કાર્ડ-લેસ એટીએમ વ્યવહારો હાથ ધર્યા છે. છેલ્લાં બે વર્ષમાં બેંકે યોનો દ્વારા 1 લાખથી વધારે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ પણ ઇશ્યૂ કર્યા હતા.

 

યોનો લોંચ થયા પછી અત્યાર સુધી એસબીઆઈ એના પર રૂ. 11530.70 કરોડનું મૂલ્ય ધરાવતી 8.70 લાખ પ્રી-એપ્રૂવ્ડ પર્સનલ લોન આપી છે તથા દરરોજ આશરે 4,000 લોનની વહેંચણી કરે છે. ઉપરાંત 3.4 લાખ યોનો કૃષિ એગ્રિ ગોલ્ડ લોન ખેડૂત ગ્રાહકોને આપવામાં આવી છે.

સરેરાશ રીતે જોઈએ તો એસબીઆઈએ દરરોજ લગભગ 10,000 યોનો કૃષિ એગ્રી ગોલ્ડ લોનનું વિતરણ કર્યું છે. યોનો કૃષિ એગ્રિ-ઇનપુટ માર્કેટપ્લેસ તરીકે મંડી પણ પ્રદાન કરે છે અને નોલેજ હબ તરીકે મિત્ર પણ પ્રદાન કરે છે, જે ખેડૂતોને સલાહકારક સેવાઓ, વિવિધ કોમોડિટીઓ માટે મંડીની કિંમતો અને હવામાનની જાણકારી આપે છે. યોનો એસબીઆઈ એના યુઝર્સને તેમની ખરીદી અને જીવનશૈલીની જરૂરિયાતો પૂરી પાડવાની સાથે રોકાણની આદત પણ પાડવા પ્રોત્સાહન આપે છે. 27 મહિનાનાં ગાળામાં યોનો એસબીઆઈએ ગ્રાહકોને આશરે 4 લાખ જીવન વીમાપોલિસીઓ અને 67,511 મ્યુચ્યુઅલ ફંડનું વેચાણ કર્યું છે.

SBIનાં ચેરમેન રજનીશ કુમારે કહ્યું હતું કે,“અમને અમારી ફ્લેગશિપ ડિજિટલ ઓફર યોનોને નવી ઊંચાઈ પર પહોંચતી જોઈને આનંદ થાય છે. 20 મિલિયન રજિસ્ટર્ડ યુઝરની સીમાચિહ્નરૂપ સફળતા યોનોમાં અમારા ગ્રાહકોનાં વિશ્વાસ અને સ્વીકાર્યતાનો પુરાવો છે. અમને ખુશી છે કે, યોનોને ડિઝાઇન કરવાનાં અમારો પ્રયાસ અને રોકાણના પ્રભાવશાળી પરિણામો મળ્યાં છે. અમારો ઉદ્દેશ અમારા હાલનાં તમામ અને નવા ગ્રાહકોને યોનો પર લાવવાનો છે, જેથી તેમને લેટેસ્ટ ટેકનોલોજીકલ ઇનોવેશન સાથે આનંદદાયક શોપિંગ, બેંકિંગ અને લાઇફસ્ટાઇલ અનુભવ એકછત હેઠળ મળે.”

યોનો એસબીઆઈ ડિજિટલ પરિવર્તનની સફર પર છે. આ છેલ્લાં બે વર્ષથી બેંકનું અભિગન્ન અંગ છે અને ગ્રાહકોએ તેને સારો આવકાર આપ્યો છે. અત્યારે પ્લેટફોર્મ બ્રિટનમાં યોનો ગ્લોબલ સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચ્યું છે.

પર્યાવરણ માટે લાભદાયક સ્થિતિ ઊભી કરવાના મોરચે યોનો ગ્રાહકોને યોનો ગ્રીન રિવોર્ડ્ઝ પોઇન્ટ્સ પ્રોગ્રામ હેઠળ સ્વચ્છ અને હરિયાળા પર્યાવરણ માટે ગ્રાહકોને રિવોર્ડ પોઇન્ટ આપીને પર્યાવરણનું સંરક્ષણ કરવા પ્રોત્સાહન આપે છે. છેલ્લાં બે વર્ષમાં યોનો દ્વારા એસબીઆઈએ યુવાનો સાથે જોડાવા માટે વિવિધ પહેલો હાથ ધરી છે, જેમાં યોનો શોપિંગ ફેસ્ટિવલ –ભારતમાં બેંક દ્વારા સૌપ્રથમ શોપિંગ ફેસ્ટિવલ, યોનો ઇનફિનાઇટ (ફિન્ટેક કોન્ક્લેવ), યોનો એસબીઆઈ ટ્વેન્ટી અંડર 20 એવોર્ડ્ઝ, જેમાં 20 વર્ષથી ઓછી વયની યુવા પ્રતિભાઓને બિરદાવવામાં આવે છે અને ન્યૂમેરો યોનો – ભારતની સૌથી મોટી ઇન્ટર-કોલેજ ક્વિઝ કોમ્પિટિશન સામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.