હળવદ માર્કેટ યાર્ડનુ પ્રેરણા દાયક કાર્યઃ ૨૫૦૦ પરીક્ષાર્થીઓને પરીક્ષા દરમ્યાન વિના મૂલ્યે ભોજન સુવિધા
(જીજ્ઞેશ રાવલ દ્રારા)હળવદ: આશરે ૪૫ વિઘામા પથરાયેલુ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી હળવદ,સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ માહેનુ એક વિકસીત અને પ્રગતિશીલ માર્કેટ યાર્ડ છે.સાથોસાથ ખેડૂતો તેમજ આમ પ્રજાને સુવિધાઓ પુરી પાડવામા પણ અગ્રેસર રહયુ છે.શૌચાલય તથા પાણીની પૂરતી વ્યવસ્થા સાથે ૧૮૯ શોપ કમ ગોડાઉન અને વરસાદી વાતાવરણમા પણ ૨૫૦૦૦ મણ જેટલી જણસી હરરાજી થઈ શકે એવા વિશાળ શેડ ,ખેડૂતલક્ષી તમામ સાધનો જેવા કે પાવડા-કોદાળી,ખાતર,બિયારણ,દવા તથા ખેતલક્ષી તમામ ઓજારો વ્યાજબી ભાવે એક જગ્યા એ ઉપલબ્ધ કરાવતુ કિશાન એગ્રો મોલ,૨૪ કલાક એબ્યુલન્સ સુવિધા,૨૪ કલાક ત્રણ વે-બ્રીજ સેવા,જમીન પૃથ્થુકરણ પ્રયોગશાળા સાથે મહત્વની સેવા ગણી શકાય તેવુ “ખેડૂત ભોજનાલય” છે,
જેમા દરેક ખેડૂતને દરરોજ ફકત રુ.૪૦મા શુધ્ધ,સાત્વીક,ભરપેટ ભોજન પણ આપવામ આવે છે.જે ખેડૂત ભોજનાલયનો લાભ ગત વર્ષની માફક આ વર્ષે પણ આજથી શરૂ થયેલ ધો.૧૦ અને ધો.૧૨ના બોર્ડના વિધાર્થીઓ અને વાલીને વિના મૂલ્યે ભોજન દ્રારા મળનાર છે.