અમદાવાદમાં ધો.-૧૦ ના ૫૪,૪૩૨ તથા ધો.-૧૨ ના ૩૭,૩૭૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
અમદાવાદ શહેરમાં આજથી શરુ થયેલ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ની પરીક્ષામાં નીચેની વિગત મુજબ વિદ્યાર્થિઓએ હાજર રહી પરીક્ષા આપી હતી. ધોરણ- ૧૦ના ગુજરાતી વિષયની પરીક્ષામાં ૫૩૪૩૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૮૫૨ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. તે જ રીતે ધોરણ -૧૨ ના સામાન્ય પ્રવાહના એકાઉન્ટન્સી વિષયમાં ૨૬૭૦૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૪૦૭ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માસ્ક પહેરીને પરિક્ષા આપવા પહોંચ્યા હતા. જયારે કેટલાંક બિમાર વિદ્યાર્થીઓ માટે અલગથી બેસવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી હતી.
વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનના વિષયમાં ૧૦૬૭૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૨૮૪ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. વિજ્ઞાન પ્રવાહના ભૌતિક વિજ્ઞાનની પરીક્ષામાં અમદાવાદ શહેરમાં એક કોપી કેસ નોંધાયો છે જ્યારે ધોરણ -૧૦ અને ધોરણ -૧૨ ના સામાન્ય પ્રવાહમાં એક પણ કોપી કેસ નોંધાયો નથી.