૮૪ દેશો કોરોના વાયરસના સકંજામાં
બેઝિંગ: કોરોના વાયરસના કારણે અસરગ્રસ્ત દેશોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. હવે અસરગ્રસ્ત દેશોની સંખ્યા વધીને ૮૪ થઇ ગઇ છે. કોરોના વાયરસને કાબુમાં લેવા માટે દુનિયાના દેશો તમામ મથામણ કરી રહ્યા છે પરંતુ આના પર કાબુ મુકવામાં સફળતા હાથ લાગી નથી. અસરગ્રસ્ત લોકોની સંખ્યા અને મોતનો આંકડો સતત વધી રહ્યો છે. હવે અસરગ્રસ્ત ૮૪ દેશોમાં મોતનો આંકડો વધીને ૩૨૮૬ સુધી પહોંચી ગયો છે. જ્યારે કેસોની સંખ્યા ૯૫૪૮૩ સુધી પહોંચી ગઇ છે.
સૌથી વધારે અસરગ્રસ્ત લોકોની સંખ્યા ચીનમાં છે. જ્યાં અસરગ્રસ્ત કેસોની સંખ્યા ૮૦૪૩૦ છે. મોતનો આંકડો ચીનમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૩૨ના મોત સાથે ૩૦૧૩ સુધી પહોંચી ગયો છે.અમરિકા સહિતના મોટા ભાગના દેશો આ કોરોનાના સકંજામાં આવી ગયા છે.
દુનિયાના દેશોમાં હાલમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસને કાબુમાં લેવા માટે યુદ્ધના ધોરણે તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં તેના પર કાબુ મેળવી લેવામાં હજુ સુધી સફળતા મળી રહી નથી.ચીનના તમામ સંબંધિત જુદા જુદા આરોગ્ય વિભાગના તમામ લોકો નિસહાય દેખાઇ રહ્યા છે.માત્ર ચીનમાં જ નહીં બલ્કે દુનિયાના અન્ય દેશો પણ કોરોના વાયરસના કારણે પરેશાન છે. જેમાં ભારત પણ સામેલ છે.
અલબત્ત નવા કેસોની સંખ્યા ઘટી છે પરંતુ હજુ કેસો દરરોજ હજારો નોંધાઇ રહ્યા છે.જાપાનમાં પણ કોરોના વાયરસના કારણે ભારે દહેશત છે. તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. હોંગકોગ, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ, અમેરિકા, તાઇવાન, મલેશિયા અને જર્મની સહિતના દેશો વાયરસના સકંજામાં આવી ગયા છે. કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે.
દરરોજ કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. ગંભીર રીતે બિમારીના સકંજામાં રહેલા લોકોની સંખ્યા હજારોમાં છે. જે કુલ કેસોના ૨૧ ટકા જેટલી છે. જે સાબિત કરે છે કે મોતનો આંકડો હજુ ખુબ વધી શકે છે.૬૪ દેશોમાં કુલ કેસોની સંખ્યા રેકોર્ડ સપાટી પર પહોંચી ચુકી છે.