અમદાવાદમાં શાંતિ ડહોળવાનું ષડયંત્ર
અમદાવાદ: ગુજરાત આઈબીને ગતરોજ રાજ્યમાં એનઆરસી મુદ્દે ધમાલ અને રમખાણો ઉપરાંત હુમલા કરવાનો ધમકી ભર્યા નનામો પત્ર મળતા જ સમગ્ર રાજ્યમાં હડકંપ મચી છે ગઈકાલે મળેલા આ પત્ર બાદ ચોકી ઉઠેલુ પોલીસ તંત્ર તુરત સક્રીય બન્યુ હતુ આઈબીને મળેલા આ પત્ર અંગે તુરંત જ રાજ્ય સરકાર ઉપરાંત રાજ્યના પોલીસ વડાને પણ જાણ કરવામાં આવતા ડીજીપી શિવાનંદ ઝા સહીતનાં ઉચ્ચ અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા હતા.
તાત્કાલીક મીટીંગનો દોર શરૂ કર્યો હતો આ ઉપરાંત ડીજીપી દ્વારા અમદાવાદ વડોદરા, રાજકોટ સુરત શહેરના પોલીસ કમિશ્નર તથા અન્ય જીલ્લાઓના પોલીસ અધિક્ષકને આ અંગેની સૂચના આપીને તત્કાલ ધોરણે તકેદારીના પગલા લેવા માટે ઓશ ચાપી દેવાયા છે ઉપરાંત અનિચ્છનીય બનાવો ન બને એ માટે પણ જરૂરી કાર્યવાહી કરવામાં આદેશો અપાયા છે.
દેશમા સીએએ લાગુ કરાયા બાદ એનઆરસી અંગેની અટકળોના મુદ્દે કેટલાંક સ્થળો ઉપર દેખાવો થયા છે અને કેટલાંક સ્થળોએ ધરણા પછી ચાલી રહ્યા છે ગુજરાતમાં પણ કેટલાક તોફાની અસામાજીક તત્વો દ્વારા શાતિ હડોળવાના પ્રયત્નો થઈ રહ્યા છે પરતુ પોલીસ તથા સ્થાનિક નેતાઓ નાગરીકોની સમજાવટનાં પગલે ેહજુ સુધી આ શક્ય બન્યુ નથી અને રાજ્યમાં શાતિ જાળવવામાં સફળતા મળી છે.
આ સ્થિતિના અચાનક જ નનામા પત્ર દ્વારા ધમકીઓ આપીને રાજ્યનાં ટોચના નેતા અને પોલીસ વડા સહીતના લોકોને નિશાન પર રાખવા હોવાનુ બહાર આવતા પોલીસે તમામ લોકોની સુરક્ષા પણ વધારી દીધી છે અને તેમને મળવા આવતાં તમામ લોકોની માહીતી ઝીણવટ પૂર્વક એકત્ર કરાઈ રહી છે.
પત્રમાં ધમાલ દંગા કરાવવાની પણ ખુલ્લી ધમકીઓ આપાવમા આવતા તમામ શહેર અને જીલ્લાઓ ના પોલીસ વડાઓને પણ સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ અપાયા છે ઉપરાંત સાયબર સેલ એકટીવ થઈ જતા સોશીયલ મીડીયા ઉપર કોઈ અફવા ન ફેલાય એ માટે ચાપતી નજર રાખવામાં આવી રહી છે અને શકાસ્પદ લાગતા શખ્શોને ફોન કોલને ટ્રેસ કરીને ટેસ્ટ કરવામા આવી રહ્યા છે.
સાયબર સેલ ઉપરાંત લોકલ ક્રાઈમમ બ્રાંચ, એસઓજી જેવી અનેક એજન્સીઓ પણ સક્રીય થઈ ગઈ છે અને સમગ્ર રાજ્યમાં તોફાની તત્વો ઉપર નજર રખાઈ રહી છે ગુપ્તચર સંસ્થાના માણસો છુપાવેશે માહીતી એકત્રિત કરી રહ્યા છે અને આ તમામ માહીતીનું પૃથ્કરણણ કરવામાં આવી રહ્યુ છે.
બીજી તરફ સ્ટેટ આઈબીને મળલા પત્રમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવતા કેન્દ્ર સરકાર પણ ચોકી છે અને પત્ર અંગે તથા રાજ્ય પોલીસે ભરેલા પગલા અંગેની વિગત માંગવી છે ગઈકાલે મળેલી બેઠકોમા અમદાવાદ સહીત તમમામ શહેરોના પોલીસ વડાઓને ચાપતો બંદોબસ્ત રાખવાની સૂચના આપી દેવામા આવી છે જેના પગલે પોલીસે પેટ્રોલિગ વધારી દીધુ છે ઉપરાંત શંકાસ્પદ લાગતા વાહનોને પણણ રોકીને તપાસ કરવામા આવી રહી છે ઉપરાંત મોટા શહેરો સહીતના તમામ સીસીટીવી કેમેરા દ્વારા દરેક સ્થળે ઉપર શંકાસ્પદ લાગતી હિલચાલોની ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે.
નોધનીય છે કે ગુજરાતમાં ફક્ત ખંભાત ખાતે સમખાણો થયા હતા જેને પણ ડામી દેવામા પોલીસને સફળતા મળી હતી ત્યાર બાદ પણ એનઆરસી નામે અશાંતિ ફેલાવવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરતુ ગુજરાત નેતા પોલીસ અને નાગરીકોની સમજણ શક્તિને પરીણણામે અસામાજીક તત્વો તેના મનસુબા સફળ બનાવી શકયા નથી. થોડા દિવસ અગાઉ જ દરીયાપુરમાં આવો ધરણાનો કાર્યકાર્ય પોલીસને સમજાવટની વિખેરી દેવાયો હતો જ્યારે શાહપુરમા અજુગતુ થવાની ભીતી થતા જ રેપીડ એકશન ફોર્સ તથા પોલીસની ટીમોએ પણ ફલેગ કરી હતી.
એનઆરસી મુદ્દે ફેલાવવામા આવી રહેલી વાતોને કારણે નાગરીકોને ઉશ્કેરીને વાતાવરણમાં ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ ધમકી ભર્યા નનામા પત્ર પુલવામા ઉરી અને એનઆરસીનો ઉલ્લેખ કરીને ઉશ્કેરણી મોટા આતંકી હુમલાની પણધમકી અપાતાં સરકાર અને પોલીસ વડા એલર્ટ થઈ ગયુ છે.