યશ બેંક પર SBIની નજરઃ શેર ૪૫ ટકા તૂટ્યો
નવી દિલ્હી: આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલી યશ બેંકના મુડીરોકાણકારોને એ વખતે મોટી રાહત મળી હતી જ્યારે શેરબજારમાં આ બેંકના શેરમાં મોટો ઉછાળો નોંધાયો હતો. રિપોર્ટ મુજબ સરકાર તરફથી યશ બેંકને બચાવી લેવા માટે એક યોજના તૈયાર કરવામાં આવી ચુકી છે. જેમાં ભારતીય સ્ટેટ બેંકનુ નામ આગળ કરવમાં આવ્યું છે.
સરકાર એસબીઆઈના નેતૃત્વમાં બનાવવામાં આવેલા કન્સોર્ટિયમ મારફતે યશ બેંકમાં હિસ્સેદારીને ખરીદવા માટે વિચારણા કરી રહી છે. આ અહેવાલ આવ્યા બાદ શેરબજારમાં યશ બેંકના શેરમાં તેજી નોંધાઈ હતી. યશ બેંકના શેરમાં ૨૯ ટકાનો ઉછાળો ગુરૂવારે નોંધાયો હતો. શુક્રવારે શેરબજારમાં અફડાતફડી થતાં શેર ૪૫ ટકા તૂટીને ૨૦ રૂપિયા આસપાસ થયો હતો. ૫૨ અઠવાડિયાનો સૌથી વધુ ભાવ ૨૮૫ રૂ. હતો. બીજી બાજુ એસબીઆઈના શેરમાં ૫ ટકાનો ઘટાડો ગુરૂવારે નોંધાયો હતો. આજે શુક્રવારે બજાર ખુલતાં જ એસ.બી.આઈ.નો શેર ૭ ટકા તૂટીને ૨૭૦ આસપાસ રહ્યો હતો.
યશ બેંકના શેરમાં હાલમાં સતત અફડાતફડી જાવા મળી રહી છે. યશ બેંક સતત બગડી રહેલી આર્થિક સ્થિતિના પરિણામ સ્વરૂપે કોઈ રોકાણ લાવવામાં નિષ્ફળ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, યશ બેંક ઉપર હવે એસબીઆઈની નજર રહેલી છે. જાન્યુઆરી મહિનામાં બેંકે કેનેડિયન રોકાણકાર તરફથી ૧.૨ અબજ ડોલરના રોકાણને ફગાવી દીધી હતી. રેટિંગ એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, યશ બેંકમાં સ્થિતિ સારી રહી નથી. ૨૦૧૮માં યશ બેંકમાં સ્થિતિ એ વખતે ખરાબ થવાની શરૂઆત થઈ હતી જ્યારે બેંકના સીઈઓ તરીકે સ્થાપક પ્રમોટર રાણા કપૂરની ત્રણ વર્ષની અવધીને ટૂંકાવી દીધી હતી.