Western Times News

Gujarati News

૧૨ માર્ચ થી ૩૧ માર્ચ ૨૦૨૦ દરમ્યાન ભરૂચ જીલ્લામાં રક્તપિત દર્દી શોધ અભિયાન

લેપ્રસી કેસ ડીટેકશન કેમ્પેઈન સ્પેશીયલ એક્ટીવીટીના આયોજન અર્થે મળેલી બેઠક.

ભરૂચ: રક્તપિત કચેરી – ભરૂચ દ્વારા  જીલ્લામાં તા.૧૨/૦૩/૨૦૨૦ થી તા.૩૧/૦૩/૨૦૨૦ દરમિયાન રક્તપિત દર્દી શોધ અભિયાન(લેપ્રસી કેસ ડીટેકશન કેમ્પેઇન) હાથ ધરાનારું છે. લેપ્રસી કેસ ડીટેકશન કેમ્પેઈન – સ્પેશીયલ એક્ટીવીટીના આયોજન કામગીરીની અમલવારી કરવા માટે જીલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયનના અધ્યક્ષપણા હેઠળ કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જીલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે જીલ્લાને રક્તપિત મુક્ત બનાવવા માટે આદરેલા અભિયાન દરમિયાન ભરૂચ જિલ્લાની જનતાને આરોગ્ય ટીમની કામગીરીમાં જરૂરી સહકાર આપવા અનુરોધ કર્યો હતો.

જીલ્લા રક્તપિત અધિકારી ડૉ.હિના ધૃવે જણાવ્યું હતું કે આ અભિયાન દરમિયાન ૯ તાલુકા અને તમામ શહેરી વિસ્તારને આવરી લઇ શારીરિક તપાસ માટેની કુલ ૧૧૮૬ ટીમ બનાવેલ છે જે તા.૧૨/૦૩/૨૦૨૦ થી તા.૩૧/૦૩/૨૦૨૦ દરમિયાન ઘરે ઘરે ફરીને લેપ્રસીના શંકાસ્પદ કેસ શોધવામાં આવશે. તમામ શંકાસ્પદ કેસનું પ્રાથમિક આરોગ્યકેન્દ્રના તબીબી અધિકારી દ્વારા લેપ્રસીનું નિદાન કરીને, નિદાન કરેલ તમામ દર્દીઓને તરત જ લેપ્રસીની સારવાર મુકવામાં આવશે. હાલ જિલ્લામાં ૨૦૫ દર્દીઓ સારવાર પર છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ઘરમાં કોઇ સબ્યને શરીર ઉપર આછાં-ઝાંખા રતાશ પડતાં ચાઠાં હોય, શરીર પર સ્પષ્ટ કિનારીવાળા ચાઠાં, ચામડીના રંગ અને કુમાશમાં ફેરફાર હોય, ચામડી ચળકતી અને સુંવાળી લાગે, હાથ-પગમાં સ્પર્શનો અભાવ હોય, શરીર પર ખાસ કરીને કાનની કિનારી અને ચહેરા ઉપરનાની ગાંઠો હોય તો રક્તપિત્ત હોઇ શકે છે. બહુ ઔષધીય સારવારથી રક્તપિત્ત ચોક્કસપણે મટી શકે છે.

ખાસ નોંધ લેવા જેવી બાબત એ છે કે, રક્તપિત્ત પૂર્વ જન્મના પાપનું ફળ નથી કે તે વારસાગત રોગ નથી કોઇપણ બાળક રક્તપિત્ત રોગ સાથે જન્મનું નથી. રક્તપિત્ત પુરૂષ-સ્ત્રી, બાળક-યુવાન, વૃધ્ધ ગરીબ-તવંગર કોઇને પણ થઇ શકે છે પરંતુ તે કોઇપણ તબક્કે મટાડી શકાય છે. વહેલુ નિદાન કરી નિયમિત અને પુરતી બહુઔષધીય સારવારથી તે વિના વિકૃતિએ ચોક્કસપણે મટી શકે છે. રક્તપિત્તથી કોઇએ ગભરાવવાની જરૂર નથી. રક્તપિત્તના દર્દીઓને સન્માનપૂર્વક જીવવા માટે પ્રોત્સાહિત કરી સમાજને ઉપયોગી બનવા તેમનો સ્વીકાર જ કરવો જોઇએ. આ રોગ અંગેની મદદ કરવા તેમજ યોગ્ય માર્ગદર્શન માટે જીલ્લા રક્તપિત્ત અધિકારીનો ફોન નં.૦૨૬૪૨-૨૪૦૫૪૧ પર સંપર્ક કરવો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.