કપડવંજના પાંખીયા ત્રણ રસ્તા પર સ્પીડ બ્રેકરની જરૂરીયાત
તંત્ર ધ્વારા તાત્કાલિક જો રોડ બ્રેકર નહીં મુકાય તો જન આંદોલન અને રોડ ચક્કાજામ ની ચીમકી
કપડવંજ તાલુકાના પૂર્વ ગાળાના વિસ્તારમાં આવેલ પાંખીયા ચોકડી જે ટ્રાફિકથી ધમ ધમી રહે છે અહીં નાના થી માંડી મોટા ટ્રકો જેવા વાહનોની અવર જવર રહે અહીંથી ત્રણ રસ્તા ઓ પડે છે એક મોડાસા તરફ એક કપડવંજ તરફ અને તાજેતરમાં નવો બનેલો લાડવેલ બાયપાસ રોડ પર જવાય છે આમ ત્રણ મોટા રસ્તાની ચોકડી પર સ્પીડ બ્રેકર મુકવા માટે આજુબાજુના ગામો સુણદા ના પૂર્વ સરપંચ અનિલભાઈ વસાવા માજી જીલ્લા પંચાયત સદસ્ય નાથીબેન બાબુભાઇ સોલંકી દુધાથલ ગ્રામ પંચાયત ના સરપંચ પ્રતાપભાઈ સોલંકી તથા અંતિસર ગ્રામ પંચાયત ના ડે સરપંચ ગીતાબેન સહદેવભાઈ દેસાઈ આ તમામ ના જણાવ્યા મુજબ પાંખીયા ચોકડી પરથી પસાર થતો રોડ મુંબઇ દિલ્હી હાઇવે કહેવાય છે મોટા માલવાહક વાહનોની સંખ્યા વધારે છે
જ્યારે આ ચોકડી પર રોજ મુસાફરો તથા વિદ્યાર્થીઓની દૈનિક સંખ્યા વધારે હોવાથી અને પાંખીયા પાસે ચંદ્રનગર લાટ ગામે ધો – ૧ થી ૮ પ્રા શાળા નજીક હોઈ બાળકોને રોડ ક્રોસ કરવામાં સલામતી નો પ્રશ્ર્ન હોઈ ચોકડી પાસે ના ત્રણેય રોડ પર સ્પીડ બ્રેકર મુકવા અમારી માગણી છે આ આ અંગે રાજુઆતો કરવા છતાં તંત્ર એ કોઈ પણ જાત ની કાર્યવાહી કરેલ નથી પાંખીયા ચોકડી ની બાજુમાં દનાદર ગામે ક્વોરી ઉદ્યોગ છે તેથી ડમ્પરોની આવન જાવન ચોકડી પર વધારે હોય છે છાસ વારે ને છાસ વારે નાના-મોટા અકસ્માતો પણ થાય છે અમારી આ રજૂઆતો બાબતે તાત્કાલીક કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર જન આંદોલન કરવાની તથા ચક્કાજામ કરવાની ફરજ પડશે