મોડાસાની તત્ત્વ ઈજનેરી કોલેજ ખાતે થેલેસેમિયા નિદાન તથા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો
જીટીયુ અને એન એન એસ અંતર્ગત સંસ્થા ખાતે દર વર્ષે થેલેસેમિયા નિદાન કેમ્પ યોજવામાં આવતો જ હોય છે ત્યારે આ વર્ષે પણ નવા પ્રવેશેલા ઈજનેરી ડિપ્લોમા અને ડિગ્રીના વિદ્યાર્થીઓ માં સ્વાસ્થ્ય ને લઈને જાગૃતતા આવે તે હેતુ સર ગઈ કાલે સંસ્થા ખાતે થેલેસેમિયા નિદાનની જવાબદારી મોડાસાની રામાણી બ્લડ બેન્કની ટીમ દ્વારા ઉપાડવામાં આવી હતી,
આ કેમ્પ અંતર્ગત રામાણી બ્લડ બેન્કના નવીનભાઈ રામાણી દ્વારા થેલેસેમિયા જેવા ગંભીર પણ સાવચેતી રાખી ને બચી શકાય તેવા રોગ ઉપર પોતાના આગવા અનુભવ અને સમાજને ઉપયોગી થવાના ભાવ થી વિદ્યાર્થીઓ ના માનસ પર પ્રકાશ પાડ્યો હતો અને ખુબજ ઉપયોગી થઈ શકે તેવા સેમિનારનું પણ આયોજન કર્યું હતું. આ સાથે થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને ઉપયોગી થઈ શકીએ તે હેતુ સર સંસ્થામાં રક્તદાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.