Western Times News

Gujarati News

ગુજરાતમાં નશીલા દ્રવ્યનો વેપાર: રાજેન્દ્રનગર ચોકડી નજીકથી રૂરલ પોલીસે ૧.૪૯ લાખના પોસડોડા ભરેલી પીકઅપ ડાલુ ઝડપ્યું

ગુજરાતમાં પણ નશીલા દ્રવ્યનો વેપાર ફૂલીફાલી રહ્યો છે. પોષડોડા એ નારકોટીક્સ પદાર્થ છે તેનો ઉપયોગ નશીલુ દ્રવ્ય બનાવવા થાય છે. જેના પર નશાબંધી વિભાગે પ્રતિબંધ લગાવેલો છે. મોડાસા રૂરલ પોલીસે શામળાજી-હિંમતનગર રોડ પર રાજેન્દ્રનગર ચોકડી નજીકથી પીકઅપ ડાલામાં ઘઉંના ભૂંસાની આડમાં સંતાડેલ  ૧.૪૯ લાખથી વધુનો પોષડોડાનો જથ્થો ઝડપી મહારાષ્ટ્રના હુકુમ અમરસીંગ ચારણ નામના શખ્શની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી પીકઅપ ડાલામાંથી બે અલગ-અલગ નંબરપ્લેટ પણ મળી આવી હતી.

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પ્રો.ડીવાયએસપી ઈશ્વર પરમાર અને દિલીપસિંહ,શનાભાઈ,જયરાજસિંહ પોલીસકર્મીઓ સાથે અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર આવેલી રાજેન્દ્ર નગર ચોકડી નજીકથી રાજસ્થાન તરફથી આવતા વાહનોની વોચ ગોઠવી ચેકીંગ હાથધરતાં પુરપાટ ઝડપે પસાર થતા પીકઅપ ડાલાને અટકાવી હતી.

તેની તલાસી લેતા ડાલામાંથી ઘઉંના ભૂસાના કોથળાની આડમાં સંતાડેલ પ્લાસ્ટિકના થેલાઓમાં લઇ જવાતો પોષડોડાનો  ૨૪૯.૩૦૦ કિલો જથ્થો કીં.રૂ.૧૪૯૫૮૦/- નો જપ્ત કરી હુકુમ અમરસીંગ ચારણ (રહે,સાંગવી.ધુલે-મહારાષ્ટ્ર) ની ધરપકડ કરી મોબાઈલ નંગ-૨ ,રોકડ રકમ તથા પીકપડાલુ મળી કુલ.રૂ.૨૭૫૩૮૦/- નો  જથ્થો જપ્ત કરી પીકઅપ ડાલાની સીટ નીચેથી બે પરપ્રાંતીય નંબરપ્લેટ મળી આવતા પોષડોડાનો જથ્થો ઘુસાડવા અલગ-અલગ નંબરપ્લેટનો ઉપયોગ કરતો હોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું મોડાસા રૂરલ પોલીસે હુકુમ અમરસીંગ ચારણ (રહે,સાંગવી.ધુલે-મહારાષ્ટ્ર) વિરુદ્ધ નૉર્કોટીક્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ જિલ્લા એસઓજી ટીમને સુપ્રત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.