અંકલેશ્વરમાં લગ્ન પ્રસંગમાં પી.આઈ નો રોફ ઝાડનાર નકલી પીઆઈ ઝડપાયો
ભરૂચ: અંકલેશ્વરના કોસમડી ગામે લગ્ન પ્રસંગમાં પોલીસની ખાખી વર્દી પહેરી પોલીસ ઈન્સ્પેક્ટરનો રોફ ઝાડનાર નકલી ઈન્સ્પેક્ટર હોવાનું સામે આવતા ખુદ પોલીસ ચોંકી ઉઠી પોલીસે નકલી ઈન્સ્પેક્ટર ની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથધરી છે.
બનાવની મળતી માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં કોસમડી ગામમાં આવે સંસ્કાર ધામ સોસાયટીમાં વિનયકુમાર આર સાઠમ નામનું ખોટું નામ ધારણ કરી પોલીસ ઈન્સ્પેક્ટરનો ગણવેશ પહેરીને સોસાયટીના ધાર્મિક પ્રસંગમાં મુખ્ય મહેમાન તરીકે હાજર હોય જે અંગે સદર ઈસમને પકડી તેઓએ પહેરેલ પોલીસ ઈન્સ્પેક્ટર ના યુનિફોર્મ કથા લગાડેલ નેમપ્લેટ અંગે પૂછપરછ કરતા તેઓ અચાનક ઉશ્કેરાઈ ગયા હતા અને પોતે પોલીસ ઈન્સ્પેક્ટર હોવાનો રોફ ઝાડનારને લોકોને શંકા જતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
જોકે સ્થળ ઉપર દોડી આવેલી પોલીસે પોલીસ ઇન્સ્પેક્ટર ના વેશમાં રહેલા ની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ વિજય રાજેન્દ્ર રણસિંગ ઉંમર વર્ષ ૩૦ અને હાલ રહેવાસી ૧૮૭ સંસ્કારધામ સોસાયટીના કોસમડી ગામનો હોવાની કબૂલાત કરવા સાથે તે નકલી પોલીસ ઈન્સ્પેક્ટર બન્યો હોવાની કેફિયત રજૂ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને પોલીસ મથકે લઈ જઈ તેની કડક પૂછપરછ કરતા તે નકલી પોલીસ ઈન્સ્પેક્ટર બની લોકો સામે રોફ ઝાડી રહ્યો હોવાની ઘટના સામે આવી હતી.