માંડલી આશ્રમ શાળામાં નિષ્ઠાની તાલીમ યોજાઇ
પ્રતિનિધિ સંજેલી 6 3 ફારૂક પટેલ ગાંધીનગર જીસીઆરટી પ્રેરિત અને ડાયટ દાહોદ આયોજિત નિષ્ઠા તાલીમ માંડલી આશ્રમ શાળા ખાતે પ્રાધ્યાપક અને લાયઝન અધિકારી સરદાર ડામોર માર્ગદર્શન હેઠળ 6તજજ્ઞ ટીમ દ્વારા 150 જેટલા શિક્ષક ભાઈ બહેન મિત્રોને 17 મોડ્યુલની તાલીમ આપવામાં આવી
ગાંધીનગરજીસીઆરટી પ્રેરિત ડાયટ દાહોદ આયોજિત શાળાના વડાઓ તથા શિક્ષકોની સર્વગ્રાહી પ્રગતિ માટે રાષ્ટ્રીય પહેલ ની તાલીમ સંજેલી તાલુકાની માંડલી આશ્રમ ખાતે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત આ તાલીમ શિક્ષકોની અધ્યાયી અધ્યાપન પ્રક્રિયામાં એક નવી દિશાનું સૂચન કરે છે તે મુજબ સંજેલી તાલુકાની માંડલી ખાતે આવેલી આશ્રમ શાળામાં પાંચ દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું નિષ્ઠા તાલીમ દ્વારા વિષયનું જ્ઞાન રમત ગમત કલા શિક્ષણ ભાષા ગણિત વિજ્ઞાન અને લીડરશિપ વિષયનું જ્ઞાન પીરસવામાં આવ્યું હતું લાયઝન અધિકારી સરદાર ડામોર તજજ્ઞનિષ્ઠા ટીમ માર્ગદર્શન સભ્યો શૈલેશ શ્રીમાળી રવીન્દ્ર ખત્રી ઈશ્વર બારીયા જીતેન્દ્ર પરમાર સિદ્ધિક શેખ પંકજ ડામોર સહિતના તજજ્ઞો દ્વારા સંજેલી તાલુકાના 150 જેટલા શિક્ષકોને 17મોડ્યુલની આપવામાં આવી હતી