કપૂર પરિવારમાં લડાઈથી યશ બેંકની તબાહી શરૂ થઈ

મુંબઇ: યશ બેંક ડુબી જવાના આરે છે. યશ બેંકની તબાહીની શરૂઆત થોડાક દિવસ પહેલા જ થઈ ગઈ હતી. જાકે, હવે યશ બેંકને બચાવી લેવાના પ્રયાસો પણ શરૂ થઈ ગયા છે. ૧૬ વર્ષ પહેલા શરૂ થયેલી યશ બેંક હવે મુશ્કેલીમાં છે. અશોક કપુરના મોત બાદ તેના પતનની શરૂઆત થઈ હતી. દેશભરમાં એક હજારથી વધુ શાખાઓ અને ૧૮૦૦ એટીએમ રહેલા છે. મુંબઈમાં આતંકવાદી હુમલામાં અશોક કપુરના મોત બાદ હાલત ખરાબ થવા લાગી હતી.
અશોક કપુરે તેમના મિત્ર રાણા કપુરની સાથે મળીને ૨૦૦૪માં યશ બેંકની શરૂઆત કરી હતી. જાકે, અશોક કપુરના મોત બાદ અશોક કપુરની પત્ની મધુ કપુર અને રાણા કપૂર વચ્ચે બેંકની માલિકીના હકને લઈને લડાઈ શરૂ થઈ હતી. આ લડાઈ ખુબ તીવ્ર બની હતી. પોતાના સંબંધિ અશોક કપુરની સાથે મળીને રાણા કપુરે આ બેંકની શરૂઆત કરી હતી. મધુ પોતાની પુત્રી માટે બોર્ડમાં જગ્યા ઈચ્છતી હતી. સ્થાપના ચાર વર્ષ બાદ જ પરિવારમાં ખેચતાણના લીધે બેંકની હાલત ખરાબ થવા લાગી હતી અને આજે આ સ્થિતિ થઈ છે. યશ બેંકના મહિલા સ્પેશલ બ્રાંચ પણ છે. જેમાં મહિલાઓ માટે ખાસ પ્રોડ્ક્ટની ઓફર કરવામાં આવે છે.
આમા પૂર્ણ રીતે મહિલા સ્ટાફ છે. દેશમાં ૩૦થી વધારે યશ એસએમઈ બ્રાંચ પણ છે. બીજી બાજુ એસબીઆઇએ યથ બેંકને બચાવી લેવા માટેના પ્રયાસ શરૂ કરી દીધા છે. અશોક કપુરના મોત બાદ તેની શરૂઆત કઇ રીતે થઇ હતી તેની ચર્ચા આજે બજારમાં જાવા મળી હતી.