અન્ય બેંકિંગ શેરોમાં પણ ખુબ જ ખરાબ હાલત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/09/bse-mumbai.jpg)
યશ બેંકના શેરમાં ૫૫ ટકા સુધી નોંધપાત્ર ઘટાડો થયો
મુંબઇ, શેરબજારમાં બ્લેક ફ્રાઇડેની સ્થિતિ વચ્ચે આજે અફડાતફડી મચી ગઈ હતી. યશ બેંક ડુબી જવાના અહેવાલ વચ્ચે આ કડાકો બોલી ગયો હતો. વ્યક્તિગત શેરની વાત કરવામાં આવે તો યશ બેંકના શેરમાં એ વખતે ૮૫ ટકા સુધીનો ઘટાડો થઇ ગયો હતો. જ્યારે આરબીઆઈએ બેંક બોર્ડને સસ્પેન્ડ કરીને ૩૦ દિવસ સુધી સુસુપ્ત અવસ્થામાં રાખવાની જાહેરાત કરી હતી. સાથે સાથે એક મહિનાના ગાળા માટે ૫૦૦૦૦ રૂપિયાની ઉપાડ મર્યાદા નક્કી કરી હતી. કારોબારના અંતે આજે યશ બેંકના શેરમાં ૫૬ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. આવી જ રીતે એસબીઆઈના શેરમાં ૬.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો.
શેરબજારમાં બ્લેક ફ્રાઇડે વચ્ચે ભારે અફડાતફડી મચી હતી. શેરબજારમાં કોહરામની સ્થિતિ નીચે મુજબ રહી હતી.
યશ બેંકના શેરમાં કડાકો ૫૫ ટકા
આરબીએલ બેંકમાં ઘટાડો ૧૪.૦૩ ટકા
એસબીઆઈમાં ઘટાડો ૬.૧૯ ટકા
ઇન્ડસઇન્ડ બેંકમાં ઘટાડો ૫.૬૨ ટકા
સેંસેક્સના શેરમાં ઘટાડો ૩૦ પૈકી ૨૭
તાતા સ્ટીલમાં ઘટાડો ૬.૫૧ ટકા
બેંક ઇન્ડેક્સમાં ઘટાડો ૧૦૦૦ પોઇન્ટ
મિડકેપ ઇન્ડેક્સમાં ઘટાડો ૩૪૩ પોઇન્ટ
સ્મોલકેપ ઇન્ડેક્સમાં ઘટાડો ૨૬૧ પોઇન્ટ
રિલાયન્સમાં ઘટાડો ૩.૧૬ ટકા
સેંસેક્સમાં સાપ્તાહિક ઘટાડો ૧.૮ ટકા
બોર્ડ દ્વારા યશ બેંકમાં મૂડીરોકાણ તક વિચારવા સૈદ્ધાંતિક મંજુરી મળી ગયા હોવાના અહેવાલ આપ્યા બાદ આ Âસ્થતિ સર્જાઈ હતી. જા કે, ગુરુવારે મોડી રાત્રે નિવેદનમાં જણાવાયું હતું કે, યશ બેંકના શેરમાં હિસ્સેદારી લેવા કોઇપણ નિર્ણય કરાયો નથી. અન્ય બેંકિંગ શેરોમાં પણ કડાકો બોલી ગયો હતો. નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૧૦૦૦ પોઇન્ટનો ઘટાડો અથવા તો ૩.૬ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો.
અન્ય શેરમાં વાત કરવામાં આવે તો તાતા સ્ટીલ અને જિંદાલ Âસ્ટલમાં મેટલ ઇન્ડેક્સમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. યશ બેંકના શેરમાં ૫૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. આરબીએલ બેંકના શેરમાં ૧૪.૦૩ ટકાનો ઘટાડો રહ્યો હતો. ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં ૫.૬૨ ટકાનો ઘટાડો રહ્યો હતો. માત્ર ત્રણ શેર જ આજે તેજીમાં રહ્યા હતા જે પૈકી બજાજ ઓટો, મારુતિ સુઝુકી, એશિયન પેઇનટ્સનો સમાવેશ થાય છે.
એરલાઈનના શેરમાં પણ કોરોના વાયરસની દહેશત રહી હતી. સ્પાઇસ જેટ અને ઇન્ટરગ્લોબ એવિએશનના શેરમાં ક્રમશઃ ૮.૯૩ અને ૨.૭૯ ટકાનો ઘટાડો જાવા મળ્યો હતો. બીએસઈ બેંકેક્સ અને બીએસઈ મેટલ ઇન્ડેક્સમાં ભારે અફડાતફડી જામી હતી. મિડકેપ અને સ્મોલકેપમાં ક્રમશઃ ૨.૪૫ અને ૧.૯૬ ટકાનો ઘટાડો રહ્યો હતો. આજે શેરબજારમાં નોંધાયેલી અફડાતફડીનો અંદાજ આનાથી લગાવી શકાય છે. કારોબાર શરૂ થયા બાદ બેંકની Âસ્થતિ સૌથી વધારે ખરાબ દેખાઈ હતી. આરબીઆઈ દ્વારા યશ બેંક ઉપર કેટલાક નિયંત્રણો લાગૂ કર્યા છે.