ધનસુરા કોલેજના ગોપાલભાઈ.જે. પટેલને શ્રેષ્ઠ પ્રોગ્રામ ઓફિસરનો એવોર્ડ

ધનસુરા કોલેજ ના ગોપાલભાઈ.જે. પટેલને શ્રેષ્ઠ પ્રોગ્રામ ઓફિસરનો એવોર્ડ મળ્યો હતો.હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની વાર્ષિક સગોષ્ઠિ 5 અને 6 માર્ચ દરમ્યાન શ્રી શ્રી રવિશંકર મહારાજ ગુજરાત આશ્રમ,વેરાખડી,વાસદ ખાતે યોજાયો હતો.તેમા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના માનનીય કુલપતિ શ્રી જે. જે. વોરા સાહેબનાં વરદહસ્તે ધનસુરા કોલેજ ના પ્રોગ્રામ ઓફિસર ડૉ. ગોપાલભાઈ.જે. પટેલને શ્રેષ્ઠ પ્રોગ્રામ ઓફિસરનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.તેમને આ સિદ્ધિ પ્રાપ્ત કરી ધનસુરા કૉલેજનું ગૌરવ વધારવા બદલ ધી ધનસુરા પ્રદેશ એજ્યુકેશન સોસાયટીનાં પ્રમુખ શ્રી જે. સી. શાહ તથા સર્વે હૉદેદારશ્રીઓ અને કોલેજ ના પ્રિ.ડૉ.પ્રફુલ્લાબેન.સી.બ્રહ્મભટ્ટ તથા સર્વે કૉલેજ પરિવારે તેમને અભિનંદન પાઠવ્યા હતા .