અલાહાબાદમાં મોરારીબાપુએ સંપન્ન કરાવ્યાં 95 સમૂહ લગ્ન–

16 મિનિટની લગ્નવિધિથી જ બાપુએ વંચિત સમાજને પહોંચાડ્યો કરુણા પ્રસાદ–
વેળાવદર:પૂ.મોરારીબાપુની કરુણા વંચિત, પીડિત સુધી હંમેશા પહોંચતી રહી છે.માનસ અક્ષયવટ શિર્ષકથી અલાહાબાદમાં ગાન થઈ રહેલી રામકથાના આઠમા દિવસે વ્યાસપીઠની સાક્ષીએ 7 -3 -20 શનિવારના રોજ સમૂહ લગ્ન સંપન્ન થયાં વિગતો મુજબ “માનસ અક્ષયવટ “અલ્હાબાદ રામકથા ના યજમાન શ્રી મદનલાલ પાલીવાલ ના સુપુત્રીના લગ્ન રામકથા ના ચોથા દિવસે વ્યાસપીઠની સાક્ષીએ યોજાયાં હતાં.
ત્યારે પૂ.બાપુએ એક એવી મનોકામના વ્યક્ત કરી કે સમાજના વંચિત પીડિત સમાજની દીકરીઓના આ કથા દરમ્યાન હાથ પીળા કરાવી શકીએ તો રૂડો અવસર નિર્માણ થશે. આ વાતને વધાવી લીધી અને લગ્નની નોંધણી શરૂ થઇ માત્ર ચાર-પાંચ દિવસમાં 95 લગ્નની નોંધણી થઇ.તેમા એક મુસ્લિમ,એક ગણિકાકન્યા અને બાકીના અતિ પછાત ઉત્તરપ્રદેશ તથા આસપાસના યુગલો હતાં. શનિવારના રોજ વ્યાસપીઠની સાક્ષી આ સમૂહ લગ્ન માત્ર ૧૬ મિનિટમાં મંગલાષ્ટકના ગાન સાથે સંપન્ન કરવામાં આવ્યાં. પૂજ્ય મોરારીબાપુ અંધશ્રદ્ધા અને રૂઢિગત માન્યતાઓને કદી મહત્વ આપતાં નથી. જોગાનુજોગ સાંપ્રત સમય હોળાષ્ટકનો ચાલી રહ્યો છે. તો પણ લગ્ન વિધિ સુચારુ રીતે આયોજિત થઇ.