દિયા મિર્ઝા જુદા જુદા કામો હાલમાં કરી રહી છે
મુંબઇ, વિતેલા વર્ષોમાં કેટલીક સારી ફિલ્મોમાં કામ કરી ગયા બાદ હવે ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં પ્રવેશ કરી ગયેલી ખુબસુરત દિયા મિર્ઝા માને છે કે દરેક વ્યક્તિ પોતાની ઇચ્છાશક્તિ સાથે આગળ વધે તે જરૂરી છે. એક્ટિંગના ક્ષેત્રમાં દિયા હજુ સક્રિય છે પરંતુ તેની પાસે એક્ટિંગ માટે ફિલ્મો ઓછી આવી રહી છે. તે છેલ્લે સંજુ નામની ફિલ્મમાં સંજય દત્તની પત્નિની ભૂમિકામાં દેખાઇ હતી. ત્યારબાદ તે ફરી નિર્માણ ક્ષેત્રમાં પ્રવેશ કરી ચુકી છે. દિયાએ પોતાના દમદાર દેખાવ અને એક્ટિંગ મારફતે અલગ ઓળખ ઉભી કરી છે. ગયા વર્ષે દિયાએ પોતાના પતિ સાહિલ સંઘા સાથે છુટાછેડા લઇ લીધા હતા. અભિનેત્રીએ કહ્યુ છે કે છુટાછેડા લીધા બાદ સોસાયટીનુ તેની સાથે વર્તન સારુ રહ્યુ નથી.
હવે અભિનેત્રીએ કહ્યુ છે કે દરેક વ્યક્તિમાં જે સારી ચીજો રહેલી છે તે પોતાના આત્મવિશ્વાસ તરીકે છે. કેટલીક વખત આપની અંદર જ એવી ચીજા હોય છે જેને અમે સમજી શકતા નથી. તેનુ કહેવુ છે કે સાહિલ સાથે છુટાછેડા લીધા બાદ સોસાયટીનુ તેના પ્રત્યે વર્તન બદલાઇ ગયુ છે. દિયાએ કહ્યુ છે કે તમે એવા સર્કલમાં રહીએ છીએ જ્યાં તમામ લોકો સલાહ સુચન કરતા રહે છે. કેટલાક લોકો પરોક્ષ રીતે દુખ પહોંચાડી દેવા માટે પ્રયાસો કરે છે. આવા લોકો કહે છે કે તમે આવી સ્થિતિમાં કઇ રીતે કામ કરી શકો છો. આવા લોકોને તે કહે છે કે તે પોતાના રસ્તા પર પોતે આગળ વધી રહી છે. તમામ લોકોએ પોતાના રસ્તાની પસંદગી પોતે કરવી જોઇએ. અભિનેત્રીએ કહ્યુ છે કે છુટાછેડાના કારણે કેટલીક વખત સોસાયટીનુ દબાણ રહે છે. કેટલાક લોકો માને છે કે છુટાછેડા એક એક્સક્યુઝ તરીકે છે. જ્યારે તમે બંને પરસ્પર સહમતિ સાથે કઇ કરવાની ઇચ્છાને નકારી કાઢો છો. લાઇફમાં કેટલીક ચીજા સહમતિ સાથે કરવાની હોય છે.
દિયાએ વર્ષ ૨૦૧૯માં પતિ સાથે છુટાછેડા લઇ લીધા હતા. એ વખતે સોશિયલ મિડિયા પર દિયાએ લખ્યુ હતુ કે ૧૧ વર્ષ સુધી જીન્દગીને સાથે ગાળ્યા બાદ પારસ્પરિક રીતે અલગ થવાનો નિર્ણય કરી ચુક્યા છીએ. અમે હજુ મિત્રો છીએ. આગળ પણ મિત્ર તરીકે રહીશુ. જો કે અમારી યાત્રા અમને જુદા જુદા રસ્તા પર લઇને જઇ શકે છે. એકબીજા સાથે કનેક્શન હમેંશા રહેશે તેવી વાત દિયાએ કહી છે. દિયા મિર્ઝાએ બોલિવુડમાં કેટલીક સારી અને મોટી ફિલ્મો કરી છે. તમામ મોટા સ્ટાર સાથે તે કામ કરી ચુકી છે. મોડલિંગની દુનિયામાં અનેક તાજ જીતી ચુકેલી દિયા હવે ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં વધારે સફળ પુરવાર થઇ રહી છે. તે આ દિશામાં આગળ વધી રહી છે. હાલમાં કપિલ શર્માના શોમાં પહોંચેલી દિયાએ કેટલાક સામાજિક કામ અંગે વાત કરી હતી. સાથે સાથે તાપસી સાથે પોતાની ફિલ્મની પણ વાત કરી હતી. બોલિવુડ ફિલ્મમાં રોલ કરવા માટે તે હજુ ઇન્કાર કરી રહી નથી. તે મોટા રોલ કરવા આશાવાદી છે.