જુદી જુદી ભાષાની ફિલ્મો કરવા તમન્ના ભારે ઉત્સુક
મુંબઇ, બાહુબલી અને બાહુબલી-૨ જેવી ફિલ્મોમાં કામ કરીને લોકપ્રિયતા મેળવી ચુકેલી તથા પોતાની અલગ ઓળખ ઉભી કરી ચુકેલી તમન્ના ભાટિયા જુદી જુદી ભાષાની ફિલ્મોમાં કામ કરવા માટે ઉત્સુક છે. તે હાલમાં ત્રણ ફિલ્મોમાં કામ કરી રહી છે. જેમાં હિન્દી ફિલ્મ બોલે ચુડિયા સામેલ છે. જેમાં તે નવાજુદ્દીન સાથે દેખાશે. આ ફિલ્મમાં પહેલા મૌની રોયને લેવામાં આવી હતી. હવે તેની જગ્યાએ તમન્નાની પસંદગી કરાઇ છે. તે સીટીમાર નામની સાઉથની ફિલ્મમાં કામ કરી રહી છે. જેમાં ગોપીચંદ છે. તે અન્ય એક મહાલક્ષ્મી નામની ફિલ્મમાં પણ કામ કરી રહી છે. તે હાલમાં હિન્દી કરતા દક્ષિણ ભારતની ફિલ્મોમાં વધારે સક્રિય થયેલી છે. તેની પાસે સાઉથની ફિલ્મો વધારે આવી રહી છે. તે દક્ષિણ ભારતની વધુને વધુ ફિલ્મ કરવા માટે તમિળ અને તેલુગુ ભાષા શિખી ચુકી છે.
બાહુબલી ફિલ્મ માટે તમન્નાએ તલવારબાજી અને ઘોડેસવારી પણ શિખી હતી. એસએસ રાજામૌલીની ફિલ્મ બાહુબલી અને બાહુબલી-૨ ફિલ્મમાં કામ કરનાર અભિનેત્રી તમન્નાએ એ વખતે પોતાના રોલ મુજબ તલવારબાજી શિખી હતી. ઘોડેસવારી પણ શિખી હતી. તમન્નાએ કહ્યુ છે કે તે તલવારવાર બાજી શિખી ચુકી છે. તે અવંતિકાના રોલમાં નજરે પડી હતી. જે યોદ્ધાના રોલમાં હતી. તેનુ કહેવુ છે કે ફિલ્મમાં તેનો પરિચય એક્શન સિક્વન્સ સાથે થાય છે. આના માટે તલવારબાજી આવડે તે જરૂરી હતુ. ફાઇટમાસ્ટર પીટચર હેન મારફતે ટ્રેનિંગ લીધી હતી. તેને એ વખતે ખબર પડી કે આના માટે બાજુમાં તાકાત જરૂરી છે. ફુટવર્ક પણ ખુબ જરૂરી હોય છે. એ વખતે તેને ખબર પડી કે કોઇ પણ સારા ડાન્સર સારા ફાઇટર તરીકે બની શકે છે. ફિલ્મોમાં એક્શન સિક્વન્સ ડાન્સિંગની જેમ જ કોરિયોગ્રાફ કરવામાં આવે છે. તમન્ના કહે છે કે તે મેટલની તલવાર સાથે ટ્રેનિંગ મેળવી ચુકી છે.