સ્કુલ વર્ધીના ડ્રાઈવર-સહાયકોના પોલીસ વેરિફીકેશનનો નિર્ણય
અમદાવાદ: રાજ્યની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ સાથે રસ્તામાં થતી દુર્વ્યવહારની ઘટનાઓના પગલે કેન્દ્ર સરકારના આદેશના પગલે હવે સ્કુલ રીક્ષા, વાન અને બસના ડ્રાઈવરો અને સહાયકોનું પોલીસ વેરિફિકેશન કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. સ્કુલ વર્ધીના ચાલકો-અને સહાયકોનું પોલીસ વેરીફિકેશન કરાવવામાં કચાશ રાખનાર સ્કુલો સામે કડક કાર્યવાહીના નિર્દેશ પણ આપવામાં આવ્યા હતા.
એટલું જ નહીં એકવાર પોલીસ વેરીફિકેશન કરાવ્યા બાદ આ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે તેમ નથી. ડ્રાઈવરો અને તેમના સહાયકોનું દર બે વર્ષે તેમનું વેરિફિકેશન કરાવવાનું રહેશે. પ્રાપ્ત માહિતી અનસાર કેન્દ્ર સરકારના માનવ સસાધન વિકાસ મંત્રાલયના ધ્યાને આવ્યુ હતુ કે સ્કુલે જતી વખતે અને સ્કુલેથી ઘરે આવતી વખતે વિદ્યાર્થીઓ સાથે રસ્તામાં દુર્વ્યવહાર થતો હોય છે. જેથી બાળકોની શાળામાં તથા તેમની મુસાફરીમાં સલામતીની ખાતરી કરવા માટે તમામ સ્ંભવિત પગલાં લેવા માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને સુચના આપી હતી. જેના પગલે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તેની કડકડાઈથી અમલ કરવાનું નક્કી કર્યુ છે.
બાળકોને શાળાએ મુકવા માટે તથા લેવા માટે જતા બસ, વાન તથા રીક્ષાના ડ્રાઈવરો અને સહાયકોનું પોલીસ વેરિફેકશન કરવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેથી હવે આ તમામ વાન, બસ અને રીક્ષાના ચાલકો અને સહાયકોના પોલીસ વેરિફેકિેશનની જવાબદારી જે તે સ્કુલની રહેશે. સ્કુલ દ્વારા દર બે વર્ષે પોલીસ વેરીફિકેશનની કાર્યવાહી કરવાની રહેશે.
આ સુચનાનું પાલન તમામ સ્કુલોએ કરવાનું રહેશે. અને જા સ્કુલ તેનો અમલ કરવામાં નિષ્ફળ જશે તો શાળાના અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આ મુદ્દે તમામ રાજ્યોના શિક્ષણ વિભાગને પત્ર લખ્યો છે કે અને તેના અનુસંધાને રાજ્યની તમામ પ્રાથમિક શાળામાં તેનો અમલ કરવાનું નક્કી કરાયુ છે.