યશ બેંકના શેરના ભાવમાં ઉછાળો-શેરબજારમાં કડાકો
યશ બેંકના શેરના ભાવમાં ઉછાળો : રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ :કોરોના વાઈરસની અસર ને કારણે સેન્સેક્સમાં ૧૪૦૦ અને નીફટીમાં ૪૦૦ પોઈન્ટનો ઘટાડો
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, શેરબજાર આજે ઉઘડતાં જ ભારે કડાકો રોકાણકારોએ અનુભવતા, રોકાણકારોમાં કરોડો રૂપિયા ગુમાવાનો અફસોસ જણાતો હતો. કોરોનો વાયરસની અસર માત્ર ચીનમાં જ પરંતુ વિશ્વના મોટાભાગના દેશોમાં ભારત પણ તેમાં હવે મુક્ત રહ્યુ નથી. તેની અસર શેરબજાર ઉપરાંત વૈદિક બજારોમાં જાવા મળી રહી છે.
ગત સપ્તાહમાં શેરબજારમાં સેન્સેક્સમાં તથા નીફટીમાં ભારે કડાકો બોલાતા શેરોના ભાવો ગગડી રહ્યા છે. બેકોના શેરોના ંશેરો તથા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ભામાં ભારે ઘટાડો જાવા મળી રહ્યો છે. મીડકેપના શેરોના ભાવોમાં ઘટાડો જાવા મળે છે. સેન્સેક્સમાં ૧૪૦૦ પોઈન્ટ તથા નીફટીમાં ૪૦૦ પોઈન્ટના ઘટાડા બાદ તેજીનો કોઈ ચિહનો ન દેખાતા, તથા આવતીકાલે ધૂળેટીના કારણે શેરબજાર બંધ રહેવાને કારણે બુધવારે જ્યારે શેરબજાર ખુલે ત્યારે રોકાણકારો સેન્સેક્સ તથા નિફટીના પોઈન્ટમાં સુધારો થશે એમ રોકાણકારો માની રહ્યા છે.
શેરબજારમાં કડાકો બોલાતા અનેક રોકાણકારોના કરોડો રૂપિયા સલવાયા હોવાનું જાણવા મળે છે.
દેશની મોટી કંપનીઓના શેરોના ભાવોમાં ઘટાડો જાવા મળે છે. સેન્સેક્સ તથા નીફટીમાં કડાકો બોલાવાને કારણે વેચવાલીમાં ભારે ધસારો જાવા મળે રહ્યો છે. જે ભાવ મળે તે ભાવે શેરો વેચી નાણાં સલાવા કરવા માટે રોકાણકારો પ્રયાસ કરી રહ્યા છે. વૈશ્વિક બજારોમાં પણ કોરોનાની વર્તાઈ છે. જેની અસર પણ મુંબઈના શેર બજારમાં જાવા મળે છે. ડોલર સામે રૂપિયો પણ ગગડતો હોવાનું જાણવા મળે છે.
વેચવાલી માટે ભારે ધસારાના કારણે અફડાતફડીનો માહોલ જાવા મળે. છે. શેરબજારના તજજ્ઞોનું માનવું છે કે શેરબજારમાં નજીકના ભવિષ્યમાં તેજી આવે એ શક્યતા નથી. તેજી-મંદી વચ્ચે જ શેરબજાર કાર્યરત રહેશે. સેન્સેક્સમાં થયેલ કડાકાને કારણે આજે પરિવારજનો જેમણે શેરબજારમાં નાણાં રોક્યા છે તેમની સ્થિતિ દયાજનક છે.