કુમકુમ મંદિર ખાતે હોળીના દિવસે ભગવાનને હારડાં – ધાણીના હારના વિશિષ્ટ શણગાર ધરાવામાં આવશે
શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચાંદીની પિચકારી ધરાવવામાં આવશે. – હોળી એટલે માનવ સમાજમાં રહેલી અસહ્યપ્રવૃત્તિને બાળવાનો સંદેશ આપનારો ઉત્સવ છે. –સાધુ પ્રેમવત્સલદાસજી
હોળી – ફૂલદોલોત્સવની ઉજવણી કેવી રીતે કરવી જાઈએ તેનું પ્રેઝન્ટેશન તૈયાર કરવમાં આવ્યું છે.
શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે મંહત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં તા. ૯ માર્ચને સોમવારને રોજ હોળીનો તહેવાર હોવાથી સવારે ૮-૦૦ વાગ્યાથી શ્રી સ્વામિનારાયણ ભગવાનને હારડાં – ધાણીના હાર
ના વિશિષ્ટ શણગાર ધરાવામાં આવશે. આ પ્રસંગે સવારે ૭-૦૦ થી ૮-૦૦ વચનામૃત રહસ્યાર્થપ્રદીપિકાટીકા ગ્રંથનું પઠન કરવામાં આવશે.
સાંજે – ૭-૦૦ થી ૭-૩૦ હોળી પર્વ નિમિત્તે શ્લોકગાન – કીર્તન સાથે ઔચ્છવ કરવામાં આવશે. હોળી – ફૂલદોલોત્સવની ઉજવણી કેવી રીતે કરવી જાઈએ તેનું પ્રેઝન્ટેશન તૈયાર કરવમાં આવ્યું છે. જે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટયુબ ચેનલ ઉપર નિહાળી શકાશે.
હોળી અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ફાગણ, વસંત અને હોળી આ ત્રિકોણીયો સંગમ છે. આ ઉત્સવ ફાગણ માસમાં આવતો હોવાથી તેને ‘ફાલ્ગુનિક’ પણ કહે છે. હોલિકા ઉત્સવનેઈહેવારોનો રાજા કહેવાય છે. જુદા – જુદા રાજયમાં આ હોળીના ઉત્સવને જુદા – જુદા નામથી ઓળખવામાં આવે છે અને વિવિધતા સભર રીતે ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્ર અને કોંકણમાં હોળીને ‘શિમગો’ કહે છે. દક્ષિણ ભારતમાં કામદહન’ નામથી હોળી ઉજવાય છે. હોળીનો બીજા દિવસ એટલે ધૂળેટી એને ફુલદોલત્સવ, હોલોત્સવ, પોંખોત્સવ કે રંગોત્સવ પણ કહે છે.
ટૂંકમાં હોળીનો ઉત્સવ એ ફાગણના રંગોથી આપણા જીવનનને રંગીન બનાવતો, વસંતોત્સવમાં પણ સંયમની દીક્ષા આપતો, સત્યનિષ્ઠાનો મહિમા સમજાવતો તેમજ માનવ મનમાં અને માનવ સમાજમાં રહેલી અસહ્યપ્રવૃત્તિને બાળવાનો સંદેશ આપનારો ઉત્સવ છે.
આ હોળીના ઉત્સવ પ્રસંગે આપણે હોળી પ્રગટાવવાની સાથે સાથે સંસ્કારની જયોત પણ પ્રગટાવવાની આજના સમય પ્રમાણે ખાસ જરૂર ઉભી થઈ છે. અને હોળીની અંદર આપણે લાકડાં અને છાંણા નાંખીએ છીએ તેની સાથે – સાથે આપણે આપણા કામ,ક્રોધ આદિ દોષોને હોમવાની જરુર છે. તે દોષોને તિલાંજલિ આપીશું તો જા આપણને શાંતિ પ્રાપ્ત થશે. અને તો જ આપણે ખરા અર્થમાં હોળીની ઉજવણી કરી કહેવાશે. સાધુ પ્રેમવત્સલદાસજી – કુમકુમ